નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદના ભુલાભાઈ વિસ્તારમાં આવેલા આદિત્ય એન્કલેવની લિફ્ટના બેઝમેન્ટમાંથી એક વૃદ્ધનો ડીકમ્પોઝ્ડ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા કાગડાપીઠ પોલીસની (Kagdapith Police) ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોત અંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના (Ahmedabad) રખિયાલ વિસ્તારમાં રહેતા વૃદ્ધ કાનજી વણઝારા(ઉંમર ૮૦ વર્ષ) મંગળવારે પોતાના પુત્રીને મળવા ભુલાભાઈ પાસે આવેલા આદિત્ય એન્કલેવ કોમ્પલેક્ષમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન આદિત્ય કોમ્પલેક્ષની લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. લિફ્ટ ન આવે તે પહેલાં આપમેળે લિફ્ટ પાસેનો દરવાજો ખુલી જતો હતો. જેને લઇ વૃદ્ધ કાનજીભાઈ લિફ્ટ આવી છે, તેમ સમજીને આગળ જતાં લિફ્ટ પાસેનો દરવાજો અચાનક ખુલી ગયો હતો અને તેઓ પાંચમા માળેથી સીધા લિફ્ટના બેઝમેન્ટમાં પટકાયા હતા. જેને કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
કાનજી ભાઇ વણઝારા પુત્રીના ઘરે ગયા હોવાથી મોડી રાત થઈ ગઈ હતી. જેના કારણે તેઓ પરત ન ફરતા તેમના પરિવારે પુત્રીને કોલ કર્યો હતો. પુત્રીએ પિતા ઘરે આવ્યા ન હોવાની વાત જણાવી હતી. જેને લઇ પરિવાર ચિંતામાં મૂકયો હતો. તેમણે પોતાના સગા સંબંધીઓ આડોસ-પાડોશમાં તપાસ કરતા કાનજીભાઈની કોઈ માહિતી મળી આવી ન હતી. પાંચ દિવસ જેટલો સમય વિતી ચુક્યો હતો અને તેમને કાનજી ભાઈની કોઈ ભાળ મળી આવી ન હતી.
રવિવારે બપોરના સમય ફ્લેટના ભોંયરામાંથી દુર્ગંધ આવતી હતી. જેને લઇ લોકોએ તપાસ કરતા એક એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો, જે ખુબ જ કોહવાયેલી હાલતમાં હતો. જેને લઇ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાગડાપીઠ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે સોસાયટીના રહીશોએ પૂછપરછ કરતા તેમની પુત્રી ફ્લેટના ભોંયરામાં આવી હતી. જ્યાં તપાસ કરતા તેના પિતાનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઘટનાની જાણ રખિયાલ રહેતા પરિવારને કરવામાં આવતા તેઓ પણ ભુલાભાઈ ખાતે દોડી આવ્યા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








