નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News: રાજ્યમાં સોશિયલ મીડિયા પર રોલા પાડવા માટે બંદૂક જેવા ઘાતક હથિયાર સાથે ફોટો અને વીડિયો બનાવી શેર કરવામાં આવી રહ્યા છે. સામાન્ય લાગતી આ વાત ગુનાખોરી માનસિકતા અને અસામાજિક તત્વોમાં (Anti Social Elements) શોખની વાત બની ગઈ છે. ત્યારે પોલીસ પણ સતર્ક બની છે અને આવા વીડિયો બનાવી શેર કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગતરોજ મોરબી પોલીસે (Morbi Police) પણ બે આરોપી ઝડપી પાડ્યા છે જેઓ સોશિયલ મીડિયા પર બંદૂક સાથે વીડિયો શેર (Guns Video)કરી રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર ગતરોજ મોરબી એસ.ઓ.જી.ની ટીમે બે આરોપીની ધરપકડ કરી હતી. જે બંને આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર બંદૂક સાથેનો વીડિયો પોસ્ટ કરી ભય પેદા કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરતો થતા પોલીસના ધ્યાને આવતા કાર્યવાહીનો દોર શરૂ કરી બંને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે વીડિયોમાં દેખાતો આરોપી મોરબીના વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામનો છે. જે આરોપી સુધી પહોંચી પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીએ વીડિયોમાં જે હથિયારનો ઉપયોગ કર્યો છે તે બે નાળ વાળી બંદૂક પરવાના વાળી હતી. આમ પોલીસે પરવાનેદારની પણ ધરપકડ કરી તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી હતી.
પોલીસે વીડિયો પોસ્ટ કરનાર 22 વર્ષીય આરોપી વિક્રમભાઈ મુકેશભાઈ કોઢિયા તેમજ હથિયારનો પરવાના ધારક હંસરાજ કુંવરજીભાઈ કોઢિયાની ધરપકડ કરી બંને વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. સાથે જ આરોપીની ગુનામાં વપરાયેલી બે નાળ વાળી બંદૂક પણ કબ્જે કરી લેવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








