નવજીવન ન્યૂઝ. રાજકોટઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) જ્યારથી ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવ્યા છે, ત્યારથી તે સતત ચર્ચામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદ, સુરત, રાજકોટમાં દિવ્ય દરબાર યોજ્યો. જ્યારે હવે વડોદરામાં દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે રાજકોટમાં (Rajkot) થયેલો દિવ્ય દરબાર વિવાદીત બન્યો હતો. કારણ કે એક પત્રકારે બાબા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. બાબા પત્રકારને હિપ્નોટાઈઝ કરીને રૂપિયા પડાવી લીધાના આક્ષેપ સાથે રાજકોટ પોલીસ કમિશનરને લેખીતમાં ફરીયાદ કરતાં ખળભળાટ સર્જાયો હતો. ત્યારે આજે આયોજક કમીટી દ્વારા પત્રકારને રૂપિયા પરત કરતાં પત્રકારે પોલીસ અરજી પાછી ખેંચી છે.
શું હતો સમગ્ર મામલો
ગત 1 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. આ દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકો પોતાની સમસમ્યાનો ઉકેલ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રદ્ધાળુને સ્ટેજ પર બોલાવીને પોતાના અંદાજમાં પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા હતા. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને જામનગરના એક શ્રદ્ધાળુએ મંદિર બનાવા માટે રૂપિયાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
બાબાએ શ્રદ્ધાળુનું નિરાકરણ લાવાવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત કેટેલાક લોકોને ખિસ્સા ખાલી કરીને શ્રદ્ધાળુને મદદ કરવા માટેનું કહ્યું હતું. આ કાર્યક્રમનું મીડિયા કવરેજ હેમલ વિઠ્ઠલાણી કરી રહ્યા હતા. ત્યારે બાબાએ તેમને હિપ્નોટાઈઝ કરીને બોલાવીને ખિસ્સા ખાલી કરવાનું કહેતા રૂપિયા 13 હજાર આપ્યા હોવાનું પોલીસ અરજીમાં જણાવ્યું હતું. પત્રકારના મનમાં હતું કે બાબાના કાર્યક્રમ બાદ તેમને રૂપિયા પરત આપવામાં આવશે, પરંતું તેવું કઈ થયું નહીં.
આખરે પત્રકારે પોતાના રૂપિયા પરત લેવા માટે પોલીસનો સહારો લેવો પડ્યો. પત્રકારે ધીરેન્દ્ર શાસ્ત્રીના નામજોગ લેખીત અરજી રાજકોટ પોલીસ કમિશનને કરી હતી. તેના સાથે થયેલો ફ્રોડ અન્ય કોઈ સાથે ન થાય અને તેના રૂપિયા પરત મળે તેવી માગણી અરજીમાં કરવામાં આવી હતી. જોકે આ અરજી કર્યાના બીજા જ દિવસે કાર્યક્રમની આયોજક કમિટી દ્વારા પત્રકારને રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. પત્રકારને રૂપિયા પરત મળતા પોલીસ અરજી પાછી ખેચીં લીધી છે.
TAG: Baba Dhirendra Shastri Rajkot Visit Live Update
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








