નવજીવન ન્યૂઝ. ઓડિશા: Odisha train accident: દેશના ઓડિશામાંથી હૃદય હચમચાવનારી ઘટના સામે આવી છે. ઓડિશાના બાલસોરમાં બે પેન્સેજર ટ્રેન અને એક માલવાહક ટ્રેન વચ્ચે ત્રિપલ અકસ્માત (Triple Train Accident) સર્જાતા 233 લોકોના મોત નિપજ્યા છે અને 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે SDRF, NDRF અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાહત અને બચાવ કામગીરી હાથધરી છે. સમ્રગ વિસ્તાર ઇજાગ્રસ્ત લોકોની બૂમો ગૂંજી ઉઠ્યો હતો. ટ્રેનમાં ફસાયેલા લોકોને રેસ્કયૂ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હજુ મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બચાવ ટીમો કોચમાં લોખંડને કાપીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાર કાઢી રહી છે. ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનાથી સમ્રગ દેશમાં શોકનો માહોલ છે. દુર્ઘટનાને લઇ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસ રાજકીય શોકની જાહેરાત કરી છે.
ઓડિશના બાલસોર જિલ્લામાંથી ગતરોજ શુક્રવારની સાંજે 7 વાગ્યાના આસપાસ હાવડા એકસપ્રેસ ઓડિશાથી ચેન્નઈ તરફ જઈ રહી હતી. તે દરમિયાન પાટા પરથી ઉતરી જતા અન્ય ટ્રેક પરથી આવતી કોરો મંડલ એકસપ્રેસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કોરોમંડલ એક્સપ્રેસના અમુક ડબ્બા અન્ય ટ્રેક પડ્યા હતા. જે દરમિયાન અન્ય ટ્રેક પરથી આવતી માલવાહક ટ્રેનને ટક્કર મારતા ત્રિપલ ટ્રેન અકસ્માતની ઘટના બની છે. સમ્રગ ઘટનાની જાણ પ્રશાસનને કરવામાં આવતા NDRF, SDRF, સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેનમાં ફસાયેલા લોકોનું રેસ્કયૂ ઓપરેશન હાથધર્યુ હતું. અત્યાર સુધીના આંકડામાં મુજબ આ દુર્ઘટનામાં 233 લોકોના મોત નિપજ્યા છે અને 900 જેટલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ કેટલાક લોકો ટ્રેન ડબ્બામાં ફસાયેલા છે, તેમને લોખંડ કાપીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેને કારણે મૃત્યુઆંક વધી શકે છે.
સમ્રગ ટ્રેન દુર્ઘટના પગલે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શોક વ્યકત કર્યો છે અને એક દિવસીય રાજકીય શોક જાહેર કર્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે મૃતકોને 10 લાખ અને ઈજાગ્રસ્ત 2 લાખ સહાયની જાહેરાત કરી છે. રેલ્વે દુર્ઘટના પગલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમ્રગ અકસ્માતને લઈ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમજ આ ઘટનાને લઇ તપાસના આદેશ પણ આપ્યા છે. તેમણે કહ્યું કે, આ દુખદ ઘટના છે NDRF અને રાજ્ય સરકારની ટીમ સતત બચાવ કામગીરીમાં લાગેલી છે. લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. SDRF અને NDRFના 400થી 500 જેટલા જવાનો બચાવ કામગીરીમાં જોડાયેલા છે.
TAG: Train Accident In Odisha, Bahanaga train accident, Coromandel Express train Accident
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796