નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News: મોરબીના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન (Morbi city B division Police Station) વિસ્તારમાં આવેલા વીસીપરા ગામમાં (Visipara) ગતરોજ લગ્ન પ્રસંગ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. લગ્ન પ્રસંગમાં પાડોશી વ્યક્તિને આમત્રંણ આપ્યુ ન હતું, છતાં પણ પાડોશી વ્યક્તિ ગરબા રમવા આવતા માથાકૂટ થઈ હતી. જેમાં ફરિયાદીએ પાડોશીને કહ્યુ હતું કે, તમને આમત્રંણ નથી તો ગરબા રમવા કેમ આવ્યા છો. આવું કહેતા જ પાડોશી ઉશ્કેરાયો હતો અને યુવક પર છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે આરોપી સામે મોરબી બી-ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : મોરબી બ્યુટી પાર્લરમાં નોકરી કરતી મહિલાને કેફી પર્દાથ પીવડાવી 4 નરાધમોએ આચર્યું દુષ્કર્મ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ મોરબીના વીસીપરા ગામમાં રહેતા રમજાન નોતિયાની દીકરીના લગ્ન હતા. તે દરમિયાન રાત્રિના સમયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પાડોશી ઈમરાનને આંમત્રણ આપવામાં આવ્યું ન હતું. છતાં તે ગરબા રમવા આવ્યો હતો. જેને લઈ રમજાન અને ઈમરાન વચ્ચે બબાલ થઈ હતી. રમજાને જ્યારે કહ્યુ કે, તને આમત્રંણ નથી છતાં ગરબા રમવા કેમ આવ્યો છે. જેને લઈ ઈમરાન એકદમ ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલી છરી વડે રમજાન પર હુમલો કર્યો હતો. ઘટના પગલે લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં આ ઘટનાના કારણને દોડધામ મચી ગઈ હતી. રમજાનને ઈજાઓ થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેને લઈ રમજાને હુમલાની ઘટના અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઈમરાન વિરુદ્ઘ હુમલા અને મારામારીની ફરિયાદ નોંધવી હતી જે મુજબ પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








