Thursday, November 12, 2026
HomeGujaratઆખરે હુબુબુબુ કરવું જ પડ્યુંઃ ચૈતર વસાવાના કારણે સરકારને યાદ આવી ભગવાન...

આખરે હુબુબુબુ કરવું જ પડ્યુંઃ ચૈતર વસાવાના કારણે સરકારને યાદ આવી ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ?

- Advertisement -

Birsa Munda Jamna Jayanti Gujarat PM Modi: આદિવાસી સમાજના ગૌરવ અને મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર, 2026 દરમિયાન સપ્તાહવ્યાપી ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓ સહિત 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ કાર્યક્રમોની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સહિત રાજ્ય મંત્રીઓ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેરાત સાથે ચર્ચાનો દૌર શરૂ થયો છે. રાજકીય પંડીતો માની રહ્યા છે કે આ ઉજવણી આદિવાસી વિસ્તારોમાં ભાજપના પ્રભાવને વધારવા માટે કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જ્યાં ચૈતર વસાવા કે જે AAP (આમ આદમી પાર્ટી)

પત્રકાર પરિષદને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે જળ, જંગલ અને જમીનના અધિકારો માટે અદભુત લડત આપી હતી. તેમના સહિત આદિવાસી ક્રાંતિકારીઓના અમૂલ્ય યોગદાનને સન્માન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો.

- Advertisement -

મંત્રી નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 15 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણી દરમિયાન રાજ્યમાં રૂ. 2,300 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી સમાજની માંગણીને ધ્યાનમાં રાખીને 18,828થી વધુ લાભાર્થીઓને 7/12ની નોંધ સાથેના જમીન અધિકારપત્રો એનાયત કરવામાં આવશે.

આદિજાતિ વિસ્તારોમાં સરકારી યોજનાઓની માહિતી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના હાટ બજારોમાં ‘શબરી બુથ’ શરૂ કરવામાં આવશે. આ બુથ પરથી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે તેમજ પ્રાકૃતિક ખેતીની પેદાશો અને સ્થાનિક ખાણીપીણીની વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત આદિવાસી જિલ્લાઓમાં સ્થાનિક વાનગીઓ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે 14 ‘જોહર કેફે’ પણ શરૂ કરવામાં આવશે.

રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નથી, ત્યાં નવી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત તાલુકા અને જિલ્લા મથકોને જોડતા મુખ્ય માર્ગો, સર્કલો તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓની હોસ્ટેલોનું નામકરણ ભગવાન બિરસા મુંડાના નામે કરવામાં આવશે.

- Advertisement -

મંત્રી નરેશ પટેલે આદિજાતિ વિસ્તારોમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2007માં રૂ. 15 હજાર કરોડથી શરૂ થયેલી ‘વનબંધુ કલ્યાણ યોજના’નું બજેટ આજે વધીને રૂ. 2 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ યોજનાના પરિણામે આદિવાસી સમાજના યુવક-યુવતીઓને મેડિકલ, એન્જિનિયરિંગ અને IIT જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવાની તકો મળી રહી છે.

આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ‘આપણી જમીન, આપણું રાજ’નું સૂત્ર આપનાર ભગવાન બિરસા મુંડાનો સંદેશ ગુજરાતના જન-જન સુધી પહોંચાડવાના હેતુથી સપ્તાહવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 18 નવેમ્બર દરમિયાન 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો, રાજ્યના 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમોની શરૂઆત 12 નવેમ્બરે રાજ્યકક્ષાએ તેમજ તમામ જિલ્લા અને મહાનગરોમાં પત્રકાર પરિષદ યોજીને કરવામાં આવી છે. 13 નવેમ્બરે આદિવાસી વિસ્તારોની 55 વિધાનસભા બેઠકો પર અંદાજે 500 યુવાનોની ઉપસ્થિતિમાં ‘યુવા સભા’ યોજાશે. આ સભાઓમાં યુવાનોને ભગવાન બિરસા મુંડાના જીવન અને તેમના પ્રેરણાદાયી સંઘર્ષ વિશે માહિતગાર કરવામાં આવશે.

- Advertisement -

14 નવેમ્બરે સવારે 9થી 11 વાગ્યા દરમિયાન ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. ત્યારબાદ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી સ્થાનિક સાધુ-સંતો અને ગાદીપતિઓનું શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવશે. સાંજે 6 વાગ્યે રાજ્યની 4,500થી વધુ આદિવાસી ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાના ઇતિહાસનું પઠન કરવામાં આવશે. આ ઉપરાંત 12થી 13 આદિવાસી બોલીઓમાં તૈયાર કરાયેલી વિશેષ આરતી અને ઘરે-ઘરે દીપોત્સવનું આયોજન પણ કરવામાં આવશે.

15 નવેમ્બરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓ, 20 બિનઆદિજાતિ જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં જાહેર સભાઓ યોજાશે. 16 નવેમ્બરે આદિવાસી સમાજના નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો અને પ્રગતિશીલ આગેવાનોનું ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાશે.

17 નવેમ્બરે 55 વિધાનસભા બેઠકો પર પરંપરાગત રમતોત્સવનું આયોજન કરવામાં આવશે. જ્યારે 18 નવેમ્બરે દરેક વિધાનસભા ક્ષેત્રમાં અંદાજે 500 આદિજાતિ બહેનોની ઉપસ્થિતિમાં વિશાળ ‘મહિલા સભા’ યોજાશે. આ કાર્યક્રમ સાથે સપ્તાહવ્યાપી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular