Thursday, November 12, 2026
HomeInternationalમિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને આપી અંતિમ ચેતવણી, આ શરતો માની...

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને આપી અંતિમ ચેતવણી, આ શરતો માની લો તો 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દઈશું

- Advertisement -

Iran issues ultimatum to the US over Strait of Hormuz : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી વિશ્વ આખું ચગડોળે ચઢ્યું છે. દુનિયાભરમાં સપ્લાય થતું ક્રૂડ ઓઇલ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માંથી પસાર થાય છે અને આ સપ્લાય લાઇન છેલ્લાં કેટલાંય મહિનાઓથી ખોરવાઈ ગઈ છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને લઈને ઈરાને અમેરિકાને અંતિમ ચેતવણી (અલ્ટીમેટમ) આપી છે. અમેરિકા 7 શરતો માની લે તો 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દઇશું (Strait of Hormuz Will Open in 48 Hours If 7 Conditions Are Met) તેવું ઈરાને કહ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે, તો જડબાતોડ જવાબ મળશે. ઈરાન વાતચીતનો ઇનકાર કરી રહ્યું છે. જ્યારે અમેરિકા શાંતિની વાતો કરી રહ્યું છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ જણાવ્યું છે કે આ યુદ્ધનો નિવેડો હુમલાઓ કે આર્થિક દબાણથી લાવી શકાય તેમ નથી. અમેરિકા વાસ્તવમાં શાંતિ ઈચ્છતું હોય, તો તેણે ઈરાનની માગ પર વાત કરવી પડશે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ વાતચીતને લઈને આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સારી દિશામાં સમજૂતી આગળ વધી રહી છે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે જરૂર પડશે તો અમેરિકી સેના હુમલા માટે તૈયાર છે. ઇરાનની શરતોમાં મહત્વની શરત પૈકી એક યુદ્ધ તાત્કાલિક બંધ કરવામાં આવે. વિશ્વની જુદીજુદી બેંકોમાં ઈરાનના ફ્રીઝ કરાયેલા એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે. ઈરાનના ક્રૂડ ઓઈલ પર લગાવવામાં આવેલા અમેરિકી પ્રતિબંધો હટાવી દેવામાં આવે. ઈરાનના બંદરો (Ports) પર અમેરિકાએ મુકેલા પ્રતિબંધો સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે.

- Advertisement -

ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસીન રેઝાઈ (Mohsen Rezaei) એ આ શરતોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમારો દેશ શાંતિ મંત્રણા માટે મૂકવામાં આવેલી 7 શરતો પર અમેરિકાના પ્રત્યુતરની રાહ જોઈ રહ્યો છે. તેમણે અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત ચાલી રહી હોવાની વાતને નકારી કાઢી છે. અમેરિકા સાથે વાતચીત ચાલુ હોવાના કે કતારમાં બેઠક યોજાવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા હોવાનું જણાવ્યું છે. અમેરિકા વાટાઘાટોના સમાચાર ફેલાવીને આર્થિક દબાણ ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઓછી કરવા માગે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કર્યો છે અને જ્યાં સુધી અમેરિકા ઈરાનની સાતે-સાત શરતો નહીં માને ત્યાં સુધી તેને ખોલવામાં નહીં આવે. અમેરિકાના સ્પષ્ટ જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

અમેરિકાને ગંભીર ચેતવણી આપતા મોહસીન રેઝાઈએ કહ્યું કે, જો અમેરિકાના વિમાનો ઈરાન પર બોમ્બમારો કરશે, તો ભલે તે અમેરિકી સૈન્ય મથક યુરોપમાં હોય કે અન્ય કોઈ દૂરના વિસ્તારમાં ઈરાન તેના પર પણ હુમલો કરશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular