Monday, June 1, 2026
HomeGujaratAhmedabad214 કરોડના ડ્રગ મામલે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, કેવી રીતે ઝડપાયો 31...

214 કરોડના ડ્રગ મામલે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, કેવી રીતે ઝડપાયો 31 કિલો ડ્રગ વાંચો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot: ગતરોજ રાજકોટ-જામનગર હાઈવે પર સ્થિત ન્યારા ગામ ખાતેથી રૂપિયા 214.62 કરોડનું 30.66 કિલો ડ્રગ (Heroin Drug) ઝડપાયું હતું. જે મામલે આજરોજ ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) દ્વારા કેટલાક મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં ડ્રગનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે.

મળતી વિગતો અનુસાર, ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગતરોજ રાજકોટ નજીકના ન્યારા ગામ ખાતેથી મોટી માત્રામાં ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળતા ન્યારામાં શ્રીજી ગૌશાળાની પાછળની તરફ જતા માર્ગે ચેકડેમ નજીક દરોડો કરવામાં આવતા એક પ્લાસ્ટીકનો મીણિયો કોથળો મળી આવ્યો હતો. જેમાં રૂપિયા 214.62 કરોડનું 30.66 કિલો ડ્રગનો છુપાવીને મુકેલો હતો. આ જથ્થાની તપાસ કરતા જથ્થો હેરોઈન ડ્રગ હોવાનું ખુલ્યું હતું. આ મામલે એ.ટી.એસ.એ મૂળ નાઈઝિરીયાન નાગરિક ઓકાયા ઉર્ફે EKWUNIFE MARCY NWOGBO, S/o OKAFOR NWOGBO નામના એક શખ્સની પણ ધરપકડ કરી હતી.

- Advertisement -

આ પણ વાંચો: Breaking: રાજકોટમાંથી ગુજરાત ATSએ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું

આ સમગ્ર મામલાની માહિતી આપતા આજરોજ ગુજરાત એ.ટી.એસ.ના સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ગતરોજ ઝડપાયેલા ડ્રગના જથ્થાને ઝડપવામાં રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓનું સંયુક્ત ઓપરેશન સફળ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઓપરેશન સુરત ક્રાઈમ બ્રાન્ચના ભાવેશ રોજીયાની ટીપના આધારે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના ન્યારા ગામની સીમમાં આવેલા ચેકડેમ નજીકથી 30.66 કિલો હેરોઈન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પાકિસ્તાનના હાજી અનવરે મોકલ્યો હતો જેની ડિલિવરી જાફર નામના શખ્સે લીધી હતી. આ જથ્થો ન્યારાથી વાહનમાં ઉઠાવી બબલુ દિલ્હી ખાતે લઈ જવાનો હતો. પરંતુ આ કામ પાર પડે તે પહેલા જ ઓપરેશન ચલાવી ઓકાયાની ધરપકડ કરી લેવામાં આવી છે.

જોશીએ ઉમેર્યું હતું કે ઝડપાયેલો ડ્રગનો જથ્થો હાજી અનવરે પાકિસ્તાનથી મોકલ્યો હતો જેની ડિલિવરી દિલ્હીમાં રહેતા નાઇઝિરીયન શખ્સને કરવાની હતી. ઓકોયા નામનો નાઇઝિરીયન શખ્સ ઓગસ્ટ 2022થી ભારતમાં આવી નામ બદલી (સાચું નામ EKWUNIFE MARCY NWOGBO, S/o OKAFOR NWOGBO) ભારતમાં રહેતો હતો. હાલ તે શખ્સ દિલ્હીના ઉત્તમનગરના આનંદ વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની માહિતી મળતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સના રહેણાક મકાનમાં દરોડો કરી તપાસ કરતા કેટલીક મહત્વની માહિતીઓ પણ પોલીસને હાથ લાગી છે. જે સમગ્ર સામગ્રી પણ પોલીસે જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટ ખાતેથી ઝડપાયેલા નાઇઝિરીયન આરોપી ઓકાયાને રાજકોટ સ્થિતી એન.ડી.પી.એસ. સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર પક્ષે વકિલે દલિલ કરી હતી કે, ઝપાયેલો ડ્રગ ગુજરાતમાં કયા દરિયાકિનારે ઉતારવામાં આવ્યો હતો, આ જથ્થાની ડિલિવરી લેનાર જાફર કોણ હતો અને બબલુ નામનો શખ્સ કે જે ડિલિવરી લેવાનો હતો તે કોણ છે અને ક્યાં છે તેની વિગતો મેળવવાની હોય આરોપીની રિમાન્ડ ખુબ જરૂરી છે. આમ કોર્ટે દલિલો ગ્રાહ્ય રાખતા આરોપી ઓકાયાની 12 દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી. ત્યારે હવે આવનારા દિવસોમાં નવા ખુલાસા થાય અને વધુ આરોપીની ધરપકડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

TAG: Rajkot News, Gujarat ATS, Heroin Drugs Caught in Rajkot

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular