નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Heart Attack Death: ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આધેડ વયના લોકોની સાથે યુવાનો પણ હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં (Rajkot) ચોંકાવનારો હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે. પુત્ર ધોરણ 12 CBSE બોર્ડમાં (CBSE 12th result 2023) પાસ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. જોકે ખુશીના માહોલ વચ્ચે અચાનક જ માતાને હાર્ટ એટેક આવી જતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાય ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે દેશભરમાં ધોરણ 12 CBSE બોર્ડનું પરિણામ જાહેર થયું હતું. જેમાં રાજકોટ જિલ્લાના મવડી વિસ્તારમાં મારૂતિનંદન સોસાયટીમાં રહેતા એક કેબલ ઓપરેટરનો પુત્ર CBSE બોર્ડમાં સારા પરિણામ સાથે પાસ થયો હતો. પુત્ર બોર્ડની પરિક્ષામાં પાસ થઈ જતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે આ ખુશીના માહોલ વચ્ચે અચાનક માતા શિલ્પાબા ઝાલા (ઉંમર વર્ષ 47)ની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
માતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે માતા શિલ્પાબાને મૃત જાહેર કર્યા હતા. પરિણામના દિવસે જ માતાનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જોકે માતાના મોતનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિક્ષામાં પાસ થનારા પુત્ર રૂદ્રાસસિંહે જણાવ્યું હતું કે, “હું ધોરણ 12 CBSE બોર્ડમાં 58%એ પાસ થઈ જતાં સવારના 11 વાગ્યાની આસપાસ આ સમાચાર પરિવારને જણાવ્યા હતા. પરિવારને રિઝલ્ટ અંગે જાણ કર્યું તે દરમિયાન ઘરે માતા, દાદા-દાદી અને નાની પણ હાજર હતા. હું પાસ થયો છે તે સમાચાર સાંભળીને મારી માતા ખુબ જ હરખમાં આવી ગયા હતા. આ દરમિયાન તેમને અચાનક જ ચક્કર આવવા આ અંગેની જાણ પિતા નરેન્દ્રસિંહને કરી હતી. પિતાને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા અને માતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગણતરીની મિનિટોમાં જ મારી માતાએ શ્વાસ છોડી દીધો હતો.”
TAG: Rajkot News, Mother died of Heart attack in Rajkot
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796