નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલા ઝુલતા પુલ દુર્ઘટની તપાસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં 130થી વધુ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બ્રિજ દુર્ઘટના અંગેની અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માતની સ્વતંત્ર તપાસના મામલાની સુનાવણી ચાલુ રાખશે. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.
મોરબી દુર્ઘટનામાં 2ના મૃત્યુ પામનારાના સંબંધી દિલીપ ચાવડાના વકીલ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે સુનાવણી કરી રહી છે, તેઓ ત્યાં પોતાની માગણી રજૂ કરે, સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટને અનુરોધ કર્યો છે કે, અરજદાર દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓ પર પણ વિચાર કરે અને તેના પર નિર્દેશ જારી કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ, રાહત, પુનર્વસન અને વળતર પર દેખરેખ રાખવાની સાથે જ સુનાવણી સમયબદ્ધ રીતે થવી જોઈએ. સુપ્રિમ કોર્ટે CBI તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ પહેલાથી જ તપાસ પર નજર રાખી રહી છે. હાઈકોર્ટે અરજદારોના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ અને અરજદારો પણ હાઈકોર્ટમાં તેમના મંતવ્યો રજૂ કરી શકે છે. સુપ્રિમ કોર્ટમાં અરજદારના વકીલે કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણીનો સમય છે અને આવી સ્થિતિમાં સાચા ગુનેગારોને પકડવામાં આવે તે જરૂરી છે. અજંતા કંપની અને નગરપાલિકા સીધી રીતે જવાબદાર છે. કારણ કે કોઈ રિનોવેશન ન થયું સાથે જ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રિન્યુ થતો રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુઓમોટો લઈ કાર્યવાહી કરી છે. કોઈપણ મુદ્દા પર બિનજરૂરી રીતે શંકા ન કરવી જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |