નવજીવન ન્યૂઝ. ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે PM મોદી ગુજરાત (Gujarat)માં સભાઓ ગજાવી રહ્યા છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. PM મોદી આજે સુરેન્દ્રનગર, જંબુસર, નવસારી સહિતના સ્થળોએ સભા ગજાવવાના છે. ગઈકાલે PM મોદી (PM Modi)એ સોમનાથ, ધોરાજી અને બોટાદની મુલાકાત લીધી હતી. ત્યારે આજે ભરૂચના જંબુસર (Jambusar)માં PM મોદીની સભામાં દોડધામ મચી જવા પામી હતી. PM મોદીના આગમન પહેલા સભા સ્થળેથી સાપ (Snake) દેખાતા ઉપસ્થિતિ લોકોમાં નાસભાગ થઈ હતી.
ભરૂચ (Bharuch)ના જંબુસરમાં આજે PM મોદીની સભા યોજાવવાની હતી. જોકે તેમના આગમન પહેલા જ સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતા લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. જોકે સાપની નજીકની ખુરશી પર એક બાળક બેઠો હતો. આ દરમિયાન પોલીસના જવાન ત્યાં આવી પહોંચતા એક પોલીસ કર્મીએ બાળકને ઉઠાવીને સલામત જગ્યાએ ખસેડ્યો હતો. જોકે સભામાં હાજર કેટલાક પોલીસ કર્મી દ્વારા સાપને પકડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પોલીસે કર્મીએ બહાદુરી દાખવીને તરત જ સાને પકડી લીધો હતો.
સભામાં સાપ દેખાતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો સાપથી બચવા ખુરશી પર ચડી ગયા હતા. થોડી જ ક્ષણોમાં માહોલ ગરમાતાં પોલીસ જવાનો આવી પહોચ્યા હતા. પોલીસના જવાને સાપને રેસ્ક્યુ કરી લેતા સભામાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાપને સભા સ્થળથી દુર છોડી દેવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીથી લોકોએ ઉમળકાભેર તેમને વધાવી લીધા હતા.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા બાદ લોકોમાં રમૂજ પ્રસરી હતી કે, સિંહની સભામાં સાપ ઘુસી ગયો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |