Saturday, April 18, 2026
HomeGujaratદેવભૂમિ દ્વારકામાં અમિત શાહ કોંગ્રેસ-AAP પર તૂટી પડ્યા: ખંભાળીયા

દેવભૂમિ દ્વારકામાં અમિત શાહ કોંગ્રેસ-AAP પર તૂટી પડ્યા: ખંભાળીયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દેવભૂમિ દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સૌરાષ્ટ્રના વિસ્તારો પર વિશેષ ધ્યાન આપતી જણાય છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સભાઓ ગજવી રહ્યાં છે. ગતરોજ ધોરાજી અને રાજૂલામાં પ્રધાનમંત્રી મોદીની સભામાં લોકોની ધાર્યા કરતી ઘણી ઓછી હાજરીનો મુદ્દો પણ ગાજ્યો હતો. ત્યારે આજરોજ દેવભૂમી દ્વારકા (Devbhumi Dwarka)ના ખંભાળીયા ખાતે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજરોજ દેવભૂમી દ્વારકાના ખંભાળીયા ખાતે ભાજપના અમિત શાહે જાહેર સભામાં સંબોધન કર્યું હતું. મહત્વની વાત છે કે, આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવી પણ ચૂંટણી લડતા હોય રસાકસીનો જંગ માનવામાં આવે છે. ત્યારે અમિત શાહે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી. સાથે જ તેમણે નર્મદાના પાણી ગુજરાતને મેઘા પાટકરને કારણે મોડા મળ્યા તેવું કહી ફરીથી આમ આદમી સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

- Advertisement -
દેવભૂમિ દ્વારકામાં અમિત શાહ કોંગ્રેસ-AAP પર તૂટી પડ્યા | Gujarat Assembly Elections 2022

ખંભાળીયામાં અમિત શાહે સભામાં કહ્યું હતું કે, રાજ્યમાં ધર્મ, જાતિના આધારે નહીં પણ કામને આધારે ચૂંટણી લડાવી જોઈએ. પરંતુ કોંગ્રેસે બોર્ડ માર્યા છે કે, કામ બોલે છે… તો કોનું કામ બોલે છે…. ભાજપનું કારણ કે કોંગ્રેસની સરકાર જ નથી તો તેમણે કેવી રીતે કામ કર્યુ હોય. બાદમાં અમિત શાહે કાશ્મીર અને રામ મંદિરના મુદ્દાને પણ લોકોને યાદ કરવાતા હોય તેમ કહ્યું હતું કે, કાશ્મીરમાં 370ની કલમ ભાજપે હટાવી છે. પણ કોંગ્રેસીઓ તેને વિરોધ કરતા હતા.

આમ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધારે હોય અને હવે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે, ભાજપે પોતાની પકડ મજબૂત કરવા માટે ખાસ ધ્યાન સૌરાષ્ટ્રમાં આપવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular