નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીમાં (Morbi) પ્રેમ સંબંધનો (love affair) કરૂણ અંત આવ્યો છે, જેમાં પ્રેમિકાએ જ પરિવાર સાથે મળીને પ્રેમીને કોલ્ડડ્રિંકમાં એસિડ ભેળવીને પીવડાવી દીધું હતું. યુવકે એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ યુવકનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. હાલ આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Morbi B Division Police) પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધીને પ્રેમિકા અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે.
બનાવની વિગત મુજબ મોરબીના વીસીપરા ગામમાં રહેતી યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા યુવક રમેશ સાથે પ્રેમ થયો હતો. રમેશ યુવતીને અવાર-નવાર મળતો હતો. જોકે થોડા દિવસ પહેલા અગમ્ય કારણોસર બંને વચ્ચે ઝઘડો થતાં યુવતીએ રમેશ સાથેના સબંધો તોડી નાંખ્યા હતા. જે બાબતને લઈ રમેશ અવાર-નવાર યુવતીને સબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેનાથી કંટાળી યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રમેશ વિરુદ્ઘ એક અરજી પણ આપી હતી. તેમ છતાં રમેશ યુવતીને હેરાન-પરેશાન કરવાનું ચાલુ રાખતા યુવતીનો પરિવાર પણ કંટાળી ગયો હતો. જેથી રમેશને યુવતીના જીવનથી દૂર કરવા માટે પરિવારે હત્યાની યોજના બનાવી હતી.
એક દિવસ યુવતીએ અચાનક જ રમેશને પોતાના ઘરે માતા-પિતાને મળવા બોલાવ્યો હતો, ત્યારે કોલ્ડડ્રિંકમાં એસિડ ભેળવી દીધું હતું. જે બાદ રમેશ કોલ્ડડ્રિંક સમજી એસિડ પી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તબિયત વધુ લથડતા રમેશને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સારવાર દરમિયાન રમેશનું મૃત્યુ થયું હતું છે. જે મામલે રમેશના પરિવારે યુવતી અને તેના માતા-પિતા વિરુદ્ઘ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








