Wednesday, September 16, 2026
HomeGeneralનોકરીમાંથી કાઢી મુકાયેલા યુવકને અમદાવાદના પોલીસે આશરો આપ્યો, ડિપ્રેશનમાં આવેલા રાજુએ પોલીસ...

નોકરીમાંથી કાઢી મુકાયેલા યુવકને અમદાવાદના પોલીસે આશરો આપ્યો, ડિપ્રેશનમાં આવેલા રાજુએ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરી લીધો

- Advertisement -

Youth commits suicide at Ahmedabad Shaherkotda police station : અમદાવાદનું શહેરકોટડા પોલીસ સ્ટેશન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે માનવતા દાખવવા જતાં શહેરકોટડા પોલીસની સ્થિતિ કફોડી બની છે. નોકરીમાંથી કાઢી મુકાયેલા એક પરપ્રાંતીય યુવકને શહેર પોલીસ કંટ્રોલ રૂમ (City Police Control Room) ના મેસેજ આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. વરસાદના કારણે પોલીસ સ્ટેશનમાં રોકાયેલા રાજુ જાટવ નામના યુવકે ઇલેક્ટ્રિક રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા શહેરકોટડા પોલીસ ધંધે લાગી છે. આ મામલે પોલીસે અકસ્માત મોત નોંધી પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.

શહેરકોટડા પીઆઈ વી.એન. ચૌધરી (PI V N Chaudhri)એ જણાવ્યું છે કે, 14 સપ્ટેમ્બરના રોજ વહેલી પરોઢ પહેલાં 3.48 કલાકે કંટ્રોલ રૂમનો મેસેજ મળે છે અને તેના આધારે PCR Van અસારવા રેલવે સ્ટેશન ખાતેથી રાજુ રામનક્ષત્રા જાટવ (ઉ.39 રહે. ફૂલવાટીયા ગામ, જિ. લખીનપુરખીરી, ઉત્તરપ્રદેશ)ને શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવે છે. પીસીઆર વાન ઇન્ચાર્જે રાજુની પૂછપરછ કરતા તેને જામનગરના ખાવડી ખાતે નોકરીમાંથી કાઢી મુક્યો હોવાથી તે ત્રણ દિવસથી ડિપ્રેશનમાં હોવાનું જણાવે છે. રાજુ જામનગરથી ટ્રેન મારફતે અસારવા પહોંચ્યો હતો. રાજુ સાથેની વાતચીતમાં તેણે પોતાના વતન ઉત્તરપ્રદેશ ખાતે જવાની વાત કરતા તેના મોબાઈલ ફોનને ચાર્જ કર્યા બાદ પરિવારજને સાથે વાત કરાવવામાં આવે છે. વાતચીત દરમિયાન રાજુ વતનથી પૈસા મગાવવાની વાત કરે છે અને તે પછી રાજુ પોલીસને વિનંતી કરે છે કે, વરસાદ છે તો હું થોડો સમય પોલીસ સ્ટેશનમાં રોકાઈ જાઉં ?

- Advertisement -

રાજુ જાટવ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવે છે. વરસાદના કારણે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફલોર પર વેઈટિંગ એરિયામાં રાજુ રોકાઈ જાય છે. પોલીસ સ્ટેશનના કર્મચારીને સવારે 8.30 કલાકે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો ઇલેક્ટ્રિક રૂમ અંદરથી બંધ હોવાનું જાણવા મળતા તે દરવાજો ખોલવામાં આવે છે ત્યારે રાજુ પંખે લટકતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ (CCTV Footage) તપાસવામાં આવતા રાજુ ઇલેક્ટ્રિક રૂમમાં જતો-આવતો જોવા મળે છે અને છેલ્લે 5.46 કલાકે રૂમમાં ગયા બાદ બહાર આવતો નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular