Friday, April 17, 2026
HomeGujaratGandhinagarગુજરાત પોલીસની આ એજન્સીમાં નોકરી હશે તો મળશે સૌથી વધુ પગાર, સરકારે...

ગુજરાત પોલીસની આ એજન્સીમાં નોકરી હશે તો મળશે સૌથી વધુ પગાર, સરકારે જાહેર કર્યું એલાઉન્સ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat ATS HighRisk Allowance : ગુજરાત પોલીસ (Gujarat Police) માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસના ATS (Gujarat ATS) વિભાગમાં કામ કરતાં અધિકારી અને કર્મચારી માટે ગુજરાત સરકારે એલાઉન્સ જાહેર કર્યું છે. અત્યાર સુધી CM સિક્યુરિટી અને ચેતક કમાન્ડોમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ લાભ મળતો હતો. ત્યારે ગુજરાત ATS માટે પણ આ હાઈરિસ્ક એલાઉન્સની (High Risk Allowance) જાહેરાત બાદ ગુજરાતમાં ત્રણ સુરક્ષા એજન્સીઓને આ એલાઉન્સનો લાભ મળશે. આજે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે ગુજરાત ATS માટે હાઈરિસ્ક એલાઉન્સની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ (Harsh Sanghavi) ટ્વીટ કરીને મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં આંતકવાદી પ્રવૃતિ, ડ્રગ્સ, હથિયારો અને ગેંગસ્ટર્સના નેટવર્કને તોડવા માટે સતત કામગીરી કરી રહેલા ગુજરાત પોલીસની એજન્સી ગુજરાત ATS જીવના જોખમે ઓપરેશન પાર પાડતી હોય છે. સાથે જ ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાબુદ કરવા માટે મધદરિયે પણ ઓપરેશન પાર પાડતી હોય છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી ગુજરાત ATSમાં ફરજ બજાવતા 240 અધિકારી અને કર્મચારીઓને સીધો લાભ મળશે.

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, રાજ્યમાં આતંકવાદી પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા માટે ગુજરાત ATSની વર્ષ 1992માં રચના કરવામાં આવી છે. જે રાજ્યમાં આંતકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ, બનાવટી ચલણી નોટો, નાર્કોટીક્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ, સાયબર ક્રાઈમ તેમજ ગુજરાત અને રાષ્ટ્રની આંતરીક સલામતી જોખમાય તેવી ગુનાહીત પ્રવૃતિઓ ઉપર તેમજ તેને સંલગ્ન ગુનાહીત પ્રવૃતિ પર નિયત્રંણ રાખવાની કામગીરી કરે છે. ATSમાં કામ કરતાં અધિકારી/ કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ આપવાની મંજુરી આપવા 29/6/2022માં દરખાસ્ત કરવામાં આવી હતી. જે મંજુરી આપવા બાબતે સરકાર વિચારણા હેઠળ હતી. તેથી ATSમાં ફરજ બજાવતા અધિકારીઓ/ કર્મચારીઓને કામનું પ્રેરક બળ મળતું રહે અને કોઈ પણ પડકારને પહોંચી વળવા મનોબળ ઉંચુ લાવવાના આશયથી તેમના છઠ્ઠા પગાર પંચ મુજબના ગ્રેડ પે+ પે બેન્ડ સહિતના પગારના 45% હાઈરીસ્ક એલાઉન્સ આપવાનું ઠરાવવામાં આવે છે.


આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, જે નાગરિકો અને રાજ્યના રક્ષણ માટે મોટામાં મોટું જોખમ લઈને પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સામે દિવસ-રાત જોયા વિના લડીને પોતાની ફરજનિષ્ઠા દાખવવા તૈયાર હોય છે, તેવા ATSના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના ૪૫% જેટલું હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. ATSના પોલીસકર્મીઓના હિત માટે કલ્યાણકારી નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમની સજ્જતા નાગરિકોને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે. તેવા નિષ્ઠાવાન પોલીસ કર્મીઓની દરકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular