Tuesday, May 26, 2026
HomeGeneralમોરબી આજના દિવસને ક્યારેય નહીં ભૂલે, મોરબી દુર્ઘટનાની બિહામણા દિવસની આજે પ્રથમ...

મોરબી આજના દિવસને ક્યારેય નહીં ભૂલે, મોરબી દુર્ઘટનાની બિહામણા દિવસની આજે પ્રથમ વરસી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi Bridge Tragedy: આજથી એક વર્ષ અગાઉ 30/10/2022ના રોજ મોરબીમાં આવેલો ઝુલતો પુલ 135 જેટલા લોકો માટે કાળ બન્યો હોય તેમ ધસી પડતાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. એ ગોજારો દિવસ કે જેમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો જીવનભર ભૂલી શકે નહીં. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. મોરબીમાં (Morbi) સર્જાયેલી આ ઘટનામાં સ્વજન ગુમાવનાર લોકો ન્યાયની અપેક્ષા સેવી રહ્યા છે.

morbi Bridge Tragedy
Morbi Bridge Tragedy

પ્રાપ્ત માહિતી મુજબ, 30/10/2022ના રોજ મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પડતાં (Morbi hanging bridge collapsed) 135 જેટલા લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. આજે એ ઘટનાની પ્રથમ વરસી છે. ઘટના માટે જવાબદાર અધિકારીઓએ કર્મચારીઓ તેમજ પુલ બનાવનાર કંપની સામે શિક્ષાત્મક કાર્યવાહીની માગ મૃતકોના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે 10 આરોપીઓ પૈકી 5 આરોપીઓને કોર્ટે જામીનમુક્ત કર્યા છે તથા પાંચ આરોપીઓ હજી પણ જેલમાં બંધ છે. ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને સાથે રાખી ગાંધી આશ્રમ ખાતે ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી આપવા સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

મોરબી દુર્ઘટનામાં ન્યાય મેળવવા માટે ટ્રેજેડી વિક્ટિમ એસોસીએશનની રચના કરવામાં આવી છે. ટ્રેજેડી વિક્ટિમ એસોસીએશન દ્વારા મોરબીની ડિસ્ટ્રીક્ટ કોર્ટ તથા હાઈકોર્ટમાં કાયદાકીય જંગ છેડવામાં આવ્યો છે તથા દોષિતોને ઝડપથી આકરી સજા આપવાની માગ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનોની આંખો આજે પણ આંસુભીની છે. કોઈ પરિવારે તો આખો પરિવાર પણ ગુમાવ્યો છે. મોરબી દુર્ઘટનાની નોંધ ન માત્ર ભારત પરંતુ વિશ્વ સ્તરે લેવાઈ હતી. ત્યારે મોરબી દુર્ઘટના માટે જવાબદાર આરોપીઓ પૈકી એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં કોની જવાબદારી છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular