Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં આજે બપોરે 2 વાગ્યાથી આ માર્ગો રહેશે બંધ, નાઈટ મેરેથોનને પગલે...

અમદાવાદમાં આજે બપોરે 2 વાગ્યાથી આ માર્ગો રહેશે બંધ, નાઈટ મેરેથોનને પગલે લેવાયો નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા આજરોજ તારીખ 21 જાન્યુઆરીના રોજ થ્રિલ એડિક્ટ નાઈટ મેરેથોનનું (Thrill Addict Night Half Marathon) આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસ દ્વારા નશામુક્તિ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે જાહેરાત કરી જણાવ્યું છે કે, મેરેથોનને પગલે શહેરના કેટલાક માર્ગોને બપોરે 2 વાગ્યાથી બંધ કરી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજરોજ પશ્ચિમ રિવરફ્રન્ટ પર થ્રિલ એડિક્ટ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5, 10 અને 15 કિમી સુધીની મેરેથોનની સ્પર્ધા રહેશે સાથે જ રૂપિયા 10 હજારથી 1 લાખ સુધીના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસે આ મેરેથોન માટે બપોરે ત્રણ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી કીટ મેળવી લેવા માટે જણાવ્યું હતું. સાથે જ મેરથોનના આયોજનને કારણે ટ્રાફિકને ધ્યાને રાખતા કેટલાક રૂટ બંધ કરી વૈકલ્પિક રૂટ પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

શહેર પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મેરથોનના પગલે બપોરે 2 વાગ્યાથી નદીને પેલે પરા જતા આંબેડકર ઑવરબ્રિજથી અંજલી ચાર રસ્તા સુધીનો માર્ગ, તેમજ આંબેડકર ઑવરબ્રિજથી પશ્ચિમ રિવર ફ્રન્ટના ઈવેન્ટ સેન્ટર, સ્મશાન ગૃહ કટ તેમજ સ્મશાન ગૃહ કટથી પ્રબોધરાવળ સર્કલ અને ત્યાંથી સુભાષ ઑવર બ્રિજના છેડાથી ટોરેન્ટ પાવર હાઉસ કટ સુધીનો માર્ગ બંધ રહેશે. ઉપરાંત આંબેડકર ઑવર બ્રિજથી સરદાર ઓવર બ્રિજ સુધીનો માર્ગ પણ બંધ રહેશે.

TAG: Thrill Addict Night Half Marathon, by Ahmedabad Police

આ પણ વાંચો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ડીંગુચાના પરિવારનો મોત મામલે 2 એજન્ટની ધરપકડ


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular