Monday, August 17, 2026
HomeGujaratમોરબીમાં વધુ એક દુર્ઘટના ટળી, સ્કૂલ બસ નીકળી તે સમયે જ બન્યો...

મોરબીમાં વધુ એક દુર્ઘટના ટળી, સ્કૂલ બસ નીકળી તે સમયે જ બન્યો આવો બનાવ- જુઓ VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબીઃ ગુજરાતનું મોરબી સીરામીક માટે જાણીતું છે. પરંતુ હાલની પરિસ્થીતી એવી છે કે મોરબીનું નામ પડેને ઝુલતો પુલની દુર્ઘટના નજર સામે આવી જાય છે. મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તૂટવાની ઘટના હજી તાજી જ છે. ત્યાં તો વધુ એક ઘટના મોરબીમાં બનતા રહી ગઈ છે. બાળકોને લઈને પસાર થઈ રહેલી સ્કૂલવાનની થોડી જ દુર ગામનો પ્રવેશદ્વાર ધરાશાયી થયો છે. સ્કૂલ બસમાં બેસેલા વિદ્યાર્થીઓને બચાવવા જાણે ભગવાન આવ્યા હોય તેવુ લાગી રહ્યું છે.

મોરબી જિલ્લાના ટંકારામાં ઉદમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે પ્રવેશદ્વાર બનાવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વાર બપોરના સમયે ધડાકાભર તૂટી પડ્યો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આ બનાવ બન્યો તે સમયે એક સ્કૂલવાન પ્રવેશદ્વારની નજીક હતી, જો ક્ષણ પહેલા પ્રવેશદ્વાર પડ્યો હોત તો કદાચ મોરબીમાં ફરીથી ગોઝારો અકસ્માત સર્જાત તેવુ ગામજનોનું માનવુ છે.

- Advertisement -

મોરબીના ટંકારાના ઉગમણા નાકા પાસેનો પ્રવેશદ્વાર હેમંતભાઈના સ્મરણાર્થે તેમના દિકરા અને ભત્રીજાએ બનાવ્યો હતો. આ પ્રવેશ દ્વાર આજે ઘરાશાહી થયો હતો. પ્રવેશદ્વાર તૂટયો તે સમયે તે જગ્યાથી કોઈ પસાર થઈ રહ્યુ ન હોવાના કારણે જાનહાનીનો બનાવ બન્યો નથી. પ્રવેશદ્વાર તૂટ્યાના ગણતરીના સેકન્ડો પહેલા જ બે ખાનગી સ્કૂલની બસ પસાર થઈ હતી, જો તે સમયે પ્રવેશદ્વાર તૂટ્યો હોત તો મોટી દુર્ઘટના બની ગઈ હોત. આ બનાવ બાદ લોકોની માગણી છે કે મોરબી નગરપાલીકા જોખમી બાંધકામનો સર્વે કરીને તેને વહેલામાં વહેલા બાંધકામોને હટાવવામાં આવે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular