Thursday, April 23, 2026
HomeGeneralમોડાસા : વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપનાર શિક્ષક રજા પર ઉતરી ગયો, શિક્ષણ...

મોડાસા : વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપનાર શિક્ષક રજા પર ઉતરી ગયો, શિક્ષણ અને બાળ સુરક્ષા વિભાગનો તપાસનો ધમધમાટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોડાસા: મોડાસાની ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટનાને લઇને અરવલ્લી જિલ્લી શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા એકમ હરકતમાં આવ્યું અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બન્ને ટીમ દ્વારા ચાણક્ય સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી અને શાળાના સંચાલકના નિવેદન નોંધ્યા હતા. આ સાથે જ શિક્ષણ વિભાગે પણ શાળાના શિક્ષકો સાથે બેઠક યોજી આ અંગે જરૂરી સૂચન પણ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી હતી. વિદ્યાર્થીઓને ઢોર માર મારનાર શિક્ષક તપાસથી બચવા રજા પર ઉતરી ગયો છે.

વિદ્યાર્થીઓને અન્ય કોઈ શિક્ષકે માર માર્યો હોત તો સંચાલક ટ્રસ્ટીઓ કે પછી આચાર્યએ શિક્ષકને પાણીચું પકડાવી દીધું હોત પણ અહીંયા તો વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષક જ ખુદ મુખ્ય ટ્રસ્ટી અને પ્રિન્સીપલ છે. જીલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જો શિક્ષક કસુવાર ઠરશે તો જુવીનાઈલ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -




સમગ્ર ઘટનાને લઇને શાળાના સંચલકે જણાવ્યું હતું કે, આ બાબતે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી, અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઠપકો આપવામાં આવ્યો હતો, તેમણે ઉમેર્યું હતું કે, જે વિદ્યાર્થીઓની વાત સામે આવી હતી તે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા માટે હાજર છે. ચાણક્ય સ્કૂલમાં બનેલી ઘટનાને લઇને બાળ સુરક્ષાની ટીમ દ્વારા નિવેદન નોંધીને જરૂરી કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરી હતી.

મહત્વનું છે કે, મોડાસામાં શિક્ષણના નિયમોને નેવે મુકતી શાળાની ઘટના સામે આવી હતી અને ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યા હતા, સામાન્ય બાબતને લઇને વિદ્યાર્થીઓને માર મરાતા વિદ્યાર્થીઓના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી સમગ્ર વિવાદ સામે આવતા અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા એકમ હરકતમાં આવ્યું હતું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular