Thursday, April 23, 2026
HomeGeneralઅરવલ્લી : ઇસરી પોલીસે બાઈક પર 10 બોટલ દારૂ સાથે પસાર થતા...

અરવલ્લી : ઇસરી પોલીસે બાઈક પર 10 બોટલ દારૂ સાથે પસાર થતા બુટલેગરને દબોચ્યો, પાયલોટીંગ કરતી બાઈક ઝડપી પાયલોટ છું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી દેશી-વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ પર પોલીસતંત્ર કાબુ મેળવવામાં મહદંશે સફળ રહેતા જિલ્લાવાસીઓએ પોલીસવડાની કામગીરીની સરાહના કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના વેપલા સાથે સ્થાનિક પોલીસ અને એલસીબીની રહેમ નજર હેઠળ બુટલેગરોએ વિદેશી દારૂનું ધૂમ વેચાણ શરૂ કરી દીધું હોવાની ચર્ચા વચ્ચે જીલ્લા પોલીસતંત્ર એકલ દોકલ બુટલેગરોને દબોચી લઇ ખાનાપૂર્તિ કામગીરી કરી રહી છે.

ઇસરી પોલીસે પહાડીયા ત્રણ રસ્તા નજીક બાઈક પર વિદેશી દારુની ખેપ મારનાર બુટલેગરને ૧૦ બોટલ સાથે દબોચી લઇ દારૂની ખેપનું પાયલોટિંગ કરતા બાઈકને ઝડપી લીધી હતું જો કે પાયલોટિંગ કરનાર બાઈક ચાલક ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા .

- Advertisement -



ઇસરી ઇન્ચાર્જ પીઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથધરતા અપાચે બાઈક પર દારૂની ખેપનું સ્પેલન્ડર બાઈક પર પાયલોટીંગ થઇ રહ્યું હોવાનું અને પહાડિયા ત્રણ રસ્તા પરથી પસાર થવાના હોવાની બાતમી મળતા ઈસરી પોલીસે પહાડીયા ત્રણ રસ્તા પર વોચ ગોઠવી બાતમી આધારિત અપાચે બાઈકને અટકાવી તલાસી લેતા થેલા માંથી મેકડોવેલ વીદેશી દારૂની ૮ હજાર રૂપિયાની ૧૦ બોટલ જપ્ત કરી ગાયવાછરડા ગામના કમલેશ નાનજી અસારીને ઝડપી લીધો હતો. તેમજ પાયલોટિંગ કરતા સ્પ્લેન્ડર બાઈક ને પણ ઝડપી લીધું હતું. બાઈક પર પાયલોટીંગ કરનાર ચાલક ફરાર થઇ જતા ઇસરી પોલીસે વિદેશી દારૂ, બાઈક નંગ-૨ મળી કુલ.રૂ.૭૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કમલેશ અસારીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular