Wednesday, February 18, 2026
HomeGeneralમેશ્વો નદીના કિનારે સગીરાને નરાધમે ગુપ્ત ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા,18 દિવસ...

મેશ્વો નદીના કિનારે સગીરાને નરાધમે ગુપ્ત ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા,18 દિવસ મોત સામે ઝઝૂમી જંગ હારી

- Advertisement -

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામ નજીક આવેલ એક ગ્રામ્ય વિસ્તારનો એક હવસખોર સગીરાને ફોસલાવી સગીરાને મેશ્વો નદીના કિનારે લઇ ગયો હતો સગીરા પર બળાત્કારનો પ્રયાસ કરતા સગીરાએ નરાધમના તાબે ન થતા હવસખોરે ગુપ્ત ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા સગીરાને ગંભીર ઈજાઓ પહોંચતા પરિવારે સારવાર અર્થે દવાખાને ખસેડી મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધવતા ગણતરીના કલાકોમાં પોલીસે દબોચી લઇ આરોપીનું રિકટ્રક્શન કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતો સગીરાએ મોત સામે ઝઝૂમતા 18 દિવસ પછી શ્વાસ છોડી દેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું .

મોડાસાના ગ્રામ્ય વિસ્તારની સગીરાની નરાધમે છેડતી કરી ગુપ્ત ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા ગંભીર ઇજાઓ થતા સગીરાને સારવાર અર્થે હિંમતનગર દવાખાને ખસેડાઈ હતી તબીબઓએ 18 દિવસ સઘન સારવાર આપી સગીરાને બચાવવા તમામ પ્રયત્નો કરવા છતાં આખરે મોત નીપજતા ભારે ચકચાર મચી હતી સગીરાનું મોત નીપજતા મોડાસા રૂરલ પોલીસ દોડતી થઇ હતી અને સગીરાની લાશને પીએમ માટે ખસેડી નરાધમ સામે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથધરી હતી.

- Advertisement -

મેઢાસણ ગામની સીમની મેશ્વો નદી કિનારા પર 18 દિવસ પૂર્વે મોટરસાયકલ લઈ આવેલા વાસનાના ભૂખ્યા આરોપીએ સગીર વયની બાળકીની છેડતીનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકી તાબે ન થતા નારાધામે સગીરાના ગુપ્તાંગમાં દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા ગંભીર ઇજાઓ પહોંચતા સગીરાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આરોપીએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો જે તે સમયે જ ગણતરીના કલાકોમાં રૂરલ પોલીસે આરોપીને ઝડપી લઈ,ઘટના સ્થળનું રિકટ્રક્શન પંચનામુ કરી ગુન્હો રજીસ્ટર કરી જેલ હવાલે કરી દીધો હતો.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular