Wednesday, February 18, 2026
HomeBusiness2026માં અમેરિકન ડોલર સામે રૂપિયાની નબળાઈ જળવાઈ રહેશે

2026માં અમેરિકન ડોલર સામે રૂપિયાની નબળાઈ જળવાઈ રહેશે

- Advertisement -

અસરકારક પરિમાણોથી માપીએ તો 2025માં રૂપિયો 7 નહિ 9 ટકા નબળો પડ્યો હતો

રૂપિયાને 90 આસપાસની સપાટી જાળવવાનો સંઘર્ષ કરવો પડશે

ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ધરખમ પ્રમાણમાં ડોલર ઠાલવીને બજાર મધ્યસ્થી કરતા, ભારતીય રૂપિયાની વર્તમાન મજબૂતી જોવા મળી છે. 2025માં રૂપિયાને એક તરફી તૂટતો અટકાવવા આવી મધ્યસ્થી વારંવાર કરવી પડી હતી. ભારત અમેરિકા વચ્ચેની વેપાર સોદા મડાગાંઠ અને અચોક્કસતાઓ સાથે ભારતીય બજારમાંથી વિદેશી રોકાણનો આઉટફ્લો દેશના અર્થતંત્રને લૂણો લગાડશે, એ જોતા અત્યારે તો લાગી રહ્યું છે કે 2026માં અમેરિકન ડોલર સામે રૂપિયાની નબળાઈ જળવાઈ રહેશે. 2025માં ડોલર સામે રૂપિયો 7 ટકા નબળો પડ્યો હતો, આ ઘટાડાએ એ સાબિત કર્યું હતું કે એશિયન અને ઉભરતા અર્થતંત્રોમાં રૂપિયાએ સૌથી નબળી કામગીરી બજાવી હતી. બેન્ક ઓફ અમેરિકા (બૉફા) સિક્યુરિટીઝ માને છે કે જો અસરકારક પરિમાણોથી માપીએ તો 2025માં રૂપિયો 9 ટકા નબળો પડ્યો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને નબળા રૂપિયા સામે ચિંતા દર્શાવીને કહ્યું હતું કે અમેરિકન ડોલર સામે રૂપિયો પોતાનું લેવાલ જાતે નક્કી કરી લેશે. વૈશ્વિક કરન્સી દલાલ પેઢીઓ કહે છે કે જો આવી નબળાઈ જળવાઈ રહેશે તો અર્થતંત્ર સામે નવા જોખમો ઉભા કરશે, જે ટૂંકાગાળામાં અનેક પીડાઓ આપશે. પણ લાંબાગાળે તેની હકારાત્મક અસરો પણ જોવા મળશે. મજબૂત ડોલર અને સ્થાનિક શેરબજારની નબળાઈ, તેમજ ક્રૂડ ઓઈલના વધતા ભાવ રૂપિયા પર નવા ભારણો લડશે. પ્રાથમિક પડકાર તો વિદેશી મૂડીની અપ્રવાહિતામાંથી આવશે, જે એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) અને એફપીઆઈ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ)ની પ્રવાહિતા, તેમજ ડેટ (દેવા) સંદર્ભની પ્રવાહિતા કૈંક અંશે સ્થિત પ્રજ્ઞતા ધારણ કરી લેશે. બૉફા કહે છે કે આ વર્ષે પોર્ટફોલિયોમાં આવતા નાણાપ્રવાહ વધશે, જે ગત વર્ષે કૈંક અંશે જકાત મુદ્દે થયેલા વિવાદને લીધે શેરબજારમાંથી વિદેશ પાછો જતો રહ્યો હતી. શક્ય છે કે ડોલરની મજબૂતાઈ તેમજ ભારતમાં તેની માંગ, રૂપિયાને 90 આસપાસની સપાટી જાળવવાનો સંઘર્ષ કરાવશે.

- Advertisement -

એફપીઆઈ અને આયાતકારોએ ડોલરની માંગ સતત ચાલુ રાખી હતી ત્યારે, રિઝર્વ બેંકે રૂ. 90.30 આસપાસ ડોલર સામે નબળો પડતો અટકાવી બુધવારે બજાર મધ્યસ્થી કરીને રૂ.90.22ની ઉપર જતો અટકાવ્યો હતો. કરન્સી ડીલરો કહે છે કે રૂ. 89.75 સુધી ડોલરની માંગ જળવાઈ રહેવાની સંભાવના છે. એક મહિનાનો નોન ડિલિવરેબલ ફોરવર્ડ (કબાલો) શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂ. 89.90થી 89.94 આસપાસ ખુલવાની સંભાવના હતી, જે બુધવારે રૂ. 89.88 હતો.

દરમિયાન છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ શુક્રવારે વધીને 98.72 પોઇન્ટ મુકાયો હતો. મંગળવાર અગાઉ રૂપિયો સતત ચાર દિવસ નબળો પડયા પછી, હવે હકારાત્મક હલચલ દાખવે છે. ગુરુવારે ટ્રમ્પએ ભારત પર વધુ ટેરિફ નાખવાની ઘોષણા કરી, છતાં રૂ. 89.90 જેવો મક્કમ બંધ રહ્યો હતો. નિકાસકારો દરેક ઘટાડે હાજર બજારમાં ડોલર વેચવાલ હતા, આયાત કરો આ ઘટાડાની તક ઝડપીને વધુને વધુ લેવાલ હતા. જો તે રૂ. 90 આસપાસ જશે તો પણ આયાતકારો લેવાલ રહેવાની સંભાવના છે.

બેન્કરો કહે છે કે જો આંતરપ્રવાહ આકર્ષક લેવલ પર લેવાલીને બદલે વેચવાલીનો રહેશે તો રૂપિયો નબળો પાડીને 90 વટાવી જઈ શકે છે, આ ભાવે આયાતકારોની હેજિંગ (સલામતી) લેવાલી સાથે સટ્ટાકીય લેવાલી પણ જોડાશે. એક કરન્સી ટ્રેડરે તો ત્યાં સુધી કહ્યું કે રૂપિયો મક્કમ થાય તો પણ આંતરપ્રવાહમાં હજુ કોઈ બદલાવ નથી જણાતો. ફંડામેન્ટલ્સ કહે છે કે રૂપિયો નબળો પડશે, પણ જો રિઝર્વ બેન્ક મધ્યસથી કરવા આવશે તો ઘટ્યા મથાળે આયાતકારો અને સટ્ટોડીયાઓની લેવાલીની તકો ઉજળી બની જશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular