Thursday, June 4, 2026
HomeGujaratપૂર્વ કૃષિમંત્રી પર જમીન વહેંચણી બાબતે પુત્રએ જ કર્યો જીવલેણ હુમલો

પૂર્વ કૃષિમંત્રી પર જમીન વહેંચણી બાબતે પુત્રએ જ કર્યો જીવલેણ હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: ગુજરાતીમાં એક કહેવત છે, ‘જર, જમીન અને જોરુ, કજિયાના છોરું.’ આ ત્રણ બાબતો પૈકી જે બાબતને લઈ ઝગડો થાય ત્યારે સબંધનું મહત્વ બાજુમાં ખસી જાય છે. પોતાના સંતાનો જ મા-બાપ પર હુમલો કરી બેસે છે. ત્યારે ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી કરસનજી ઠાકોર પર જમીન વહેંચણી બાબતે પુત્રએ જ હુમલો કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મહેસાણા જીલ્લાના કડીથી (Kadi News) સામે આવી છે. ખાસ વાત એ પણ છે કે ઘટનાનો શિકાર પૂર્વ કૃષિમંત્રી બન્યા છે. એનાથી પણ વધારે વિચિત્ર વાત એ કહી શકાય કે, પૂર્વ કૃષિમંત્રી પર હુમલો કરનાર તેમનો પુત્ર તથા પૌત્ર છે. કડીના ચંદ્રાસણ ગામના વતની કરસનજી ઠાકોર વર્ષો અગાઉ રાજ્યના કૃષિમંત્રી રહી ચૂક્યા છે. ચંદ્રાસણ ગામની સીમમાં તેઓ સર્વે નંબર 1048, 1063 તથા 1064થી જમીન ધરાવે છે. તેમજ જમીનમાં વાવેતર જીવન નિર્વાહ કરે છે. કરસનજી ઠાકોરે તેમના સંતાનોને જમીનની વહેંચણી કરી નથી અને જમીનનો કબજો પણ તેમની પાસે છે. ત્યારે કરસનજી ઠાકોરને ઘરેથી જાણવા મળ્યું કે, કુલદીપ ઠાકોર નામનો કોઈ વ્યક્તિ ટ્રેકટર વડે તેમની જમીન ખેડી રહ્યો છે. સમાચાર મળતા જ કરસનજી ઠાકોર તેમના પૌત્ર સાથે બાઈક પર ખેતરે જવા રવાના થયા. ખેતરે પહોંચ્યા તો તેમનો જ એક પુત્ર બીજા છ લોકો સાથે આવ્યો હતો. જે પુત્ર વીજા છ લોકોને લઈ કરસનજીની જમીન ખેડવા આવ્યા હતા, તે કરસનજી પર લાકડી વડે હુમલો કરે છે.

- Advertisement -

કરસનજીના પુત્રએ જમીન વહેંચણી કરી આપવા માથાકૂટ કરી હતી અને ગાળાગાળી પણ કરી હતી. જો કે કરસનજીએ ગાળો બોલવાની ના પાડતા ફરી તેમના પર હુમલો કર્યો હતો. કરસનજી ઠાકોરને જમીન બાબતે પારિવારિક ઝગડો ચાલી રહ્યો છે. ઘટનાને લઈ કરસનજી ઠાકોરે તેમના પુત્ર તથા તેની સાથે આવેલા 6 લોકો સામે બાવલું પોલીસ સ્ટેશનમાં(Bavlu Police Station) મારામારી, ગાળાગાળી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કરસનજી ઠાકોર 1980 થી 1990 સુધી કડીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમજ 1985 થી 1990 સુધી રાજ્યના કૃષિમંત્રી પણ રહ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular