નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: આવકવેરા વિભાગમાં વિલંબ માફીની અરજીઓ જ્યારે આવતી હોય છે, ત્યારે આવકવેરા વિભાગ (Income Tax) કોઈ ગુણદોષ તપસ્યા વિના જ અરજીને ફગાવી દે છે. ત્યારે આ બાબતે એક હોસ્પિટલ દ્વારા રિટર્ન ફાઈલ કરવાની મંજૂરી માગતી અરજીની સુનાવણી પર હાઈકોર્ટે (Gujarat High Court) મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા અધિનિયમ 1961ની કલમ 119(2) બી અંતર્ગત રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થયો હોય તેવા સંજોગોમાં વિલંબ માફીની અરજી આવક વેરા વિભાગમાં કરવામાં આવતી હોય છે. મોટાભાગે આવકવેરા વિભાગ વિલંબ માફીની અરજીઓ નામંજૂર કરે છે. એક ખાનગી હોસ્પિટલ દ્વારા રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થઈ જતાં રિટર્ન મુદત વીતી ગયા બાદ રિટર્ન ફાઈલ કરવાની મંજૂરી માગતી અરજી આવકવેરા વિભાગે નામંજૂર કરી હતી. જે અંતર્ગત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે અરજીની સુનાવણી કરતાં કહ્યું કે, વિલંબ માફીની અરજીઓ વાહિયાત અને મનસ્વી કારણોના આધારે રદ થઈ શકે નહીં અને ખાસ કરીને જ્યારે અરજદારની રજૂઆત ખરેખર વ્યાજબી હોય એટલે કે વિલંબ માફી માટે કોઈ ચોક્કસ કારણો હોય ત્યારે તેની યોગ્યતા પર અસ્વીકાર ગેરવ્યાજબી ગણાય તેમ પણ હાઈકોર્ટે કહ્યું હતું.
આ સાથે આ પ્રકારની વિલંબ માફી અંગેની અરજીઓ અંગે હાઈકોર્ટે કહ્યું કે, ગુણદોષવાળી વિલંબિત થયેલી જુદી જુદી અરજીઓ સત્તાવાળાઓ દ્વારા હેતુપૂર્વક વિચારણામાં લેવવી જોઈએ. આ કેસમાં અરજદાર દ્વારા 26.22 લાખના TDSનો રિફંડ ક્લેઇમ કરાયો હતો અને રિટર્ન ફાઈલ કરવામાં 26 દિવસનો વિલંબ થયો હતો તેને માફ કરવા આવકવેરા વિભાગને અરજી કરવામાં આવી હતી. જે આવકવેરા વિભાગે નામંજૂર કરી હતી.
અરજદારની રજૂઆત બાદ હાઈકોર્ટે કહ્યું કે, આવકવેરા વિભાગે અરજી નામંજૂર કરી છે તે માનસ્વૂપણું છે. હાઈકોર્ટે 2021ના સમય દરમિયાન કોવિડના કારણે લોકોને પડેલી મુશ્કેલીઓ અંગે પણ કહ્યું કે, આ સમયે તમામ ધંધા અને વ્યવાહરોને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઈ અરજદારની અરજીને મંજૂર કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો હતો
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








