Friday, June 5, 2026
HomeGeneralમહેસાણાઃ હાર્દિકના બેનર પર કુચડો લગાવનાર પાટીદારની કાર સળગી, બદલો લેવાયાની શંકાએ...

મહેસાણાઃ હાર્દિકના બેનર પર કુચડો લગાવનાર પાટીદારની કાર સળગી, બદલો લેવાયાની શંકાએ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ પુર્વ કોંગસના નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા રાજકારણમાં હડકમપ મચી જવા પામ્યો હતો. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવા અંગે કેટલાક નેતાઓ નારાજ થયા છે, પરંતુ હાઈ કમાન્ડના ઓર્ડરના કારણે ભાજપના નેતાઓ ખુલ્લીને વિરોધ કરી રહ્યા ન હતા, પરંતુ પાટીદાર આંદોલન સમયના કેટલાક નેતાઓએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો, બીજી બાજુ મહેસાણામાં હાર્દિકના ભાજપ પોસ્ટર પર કોળો કુચડો લગાવવામાં આવ્યો હતો. ત્યારે આજે તે પાટીદાર આગેવાનની કાર સળગાવમાં આવી છે.



માહિતી અનુસાર, હાર્દિકના ભાજપમાં જોડાયા બાદ રાજ્યભરમાં ભાજપમાં સ્વાગતના બેનર લાગાવામાં આવ્યા હતા. જો કે આ પોસ્ટરના કારણે વિરોધીઓ કોઈ પ્રતિક્રીયા ન આપે તે માટે ઘણી જગ્યાએ તરત પોસ્ટરને ઉતારી લેવામાં આવ્યા હતા. પરંતુ મહેસાણામાં એક પાટીદાર આગેવાનએ હાર્દિકના બેનર પર કાળો કુચડો લગાવી દીધો હતો. આ ઘટના સોશિયલ મીડિયામાં પણ ખુબ વાઈરય થઈ હતી, જો કે આ નેતાની પાર્ક કરેલી ગાડીમાં અચાનક આગ લાગતા બદલો લેવાયો હોની ચર્ચાએ જોર પકડયું છે.

પાટીદાર આગેવાન ધનજી પટેલે મહેસાણાના ઉંઝા બસ સ્ટેન્ડ નજીક કાર પાર્ક કરી હતી. આ કાર તેમના જીજાજીની હતી તેઓ તેનો ઉપયોગ કરતા હતા, હાર્દિકના પોસ્ટર પર કાળો કુચડો લગાવ્યાના એક દિવસ બાદ તેમની કારમાં અચાનક આગમાં લાગતા અનેક તર્ક-વિતર્ક લાગાવમાં આવી રહ્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular