Monday, July 27, 2026
HomeGujaratધ્રાંગધ્રાઃ 'કેનાલમાં પાણી નહીં છોડાય તો જળસમાધિ લઈશું'- પાણી છોડવાનું બાજુ પર,...

ધ્રાંગધ્રાઃ ‘કેનાલમાં પાણી નહીં છોડાય તો જળસમાધિ લઈશું’- પાણી છોડવાનું બાજુ પર, બંને ખેડૂતોને પોલીસે રાત્રે જ ઉઠાવી લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા કેનાલમાં પાણી નહીં ચોડવામાં આવે તો 7 જુને જળ સમાધિ લઈશું તેવી ચિમકી મેથાન ગામના ખેડૂત આગેવાન અને જસાપરના ખેડૂતે આપી હતી. જોકે તેમની માગણી કેટલી સંતોષાઈ તે અહીં સહુ કોઈ જાણે છે પરંતુ જળ સમાધિનો દિવસ આવે તે પહેલા રાત્રે જ પોલીસે આ બંને ખેડૂતોને અટકમાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.



ધ્રાંગધ્રા કેનાલમાં પાણી નહીં છોડવા મામલે ખેડૂતોમાં નારાજગી વ્યાપેલી હતી. દસ ગામોના ખેડૂતો અગાઉ પણ આ મામલે ધરણા કરી ચુક્યા છે. દરમિયાનમાં ધ્રાંગધ્રાના મેથાન ગામના અને જસાપરના ખેડૂતે જળ સમાધિની ચિમકી ઉચ્ચારી હતી. તેમની માગણી છે કે નર્મદા કેનાલની માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે. જોકે પાણી છોડવાની માગ કરનારા બંને ખેડૂતોને જ રાત્રે પોલીસે અટકમાં લઈ લીધા હતા કારણ કે તેઓ જળ સમાધિ લેવાના હતા જે પોલીસ માટે કાર્યવાહી કરવાનું સચોટ કારણ હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular