ઈબ્રાહીમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): મહારાસ્ટ્ર સરકારે લંકા લેવા જતાં ગુજરાત ખોઈ બેઠાનો અહેસાસ, મોડેમોડે પણ થયો છે. હવાઈ માર્ગે થતી સોના ચાંદીની આયાત પર લાગતી ૦.૧૦ ટકા સ્ટેમ્પ ડયુટી રદ્દ કરવાની દરખાસ્ત, રાજ્ય સરકારે ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં રજૂ કરીને આ ભૂલ સુધારી લીધી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ દરખાસ્તને લીધે રાજ્યની મહેસૂલી આવકમાં રૂ. ૧૦૦ કરોડની નુકશાની થશે. ઇંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (ઈબજા)ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે લાંબા સમયથી અમારી આ પડતર માંગણી સ્વીકારી લીધી, તેના થકી રાજ્યના સોનાચાંદીના જવેલરી, રિફાઇનરી, તેમજ નિકાસને પ્રોત્સાહન તો મળશે જ પણ રાજ્યમાં અલંકાર ઘડનારા લાખો કારીગરોની રોજગારીનું નવસર્જન થશે.
અસંખ્ય રાજ્યોએ આવી સ્ટેમ્પ ડ્યુટી રદ્દ કરીને થનારી નુકશાની સામે, આયાત વૃધ્ધિ સાથે જીએસટી આવકમાં વધારો કરીને મોટાપાયે આવકનું સાધન ઊભું કરી લીધું છે. ઈબજાના માહિતી અધિકારી કુમાર જૈને કહ્યું કે દેશભરમાં વર્ષે રૂ. ૪ લાખ કરોડના ૮૦૦ ટન સોનાની આયાત થઇ છે. આને લીધે ૩ ટકા સીજીએસટી અને આઈજીએસટી પેટે રૂ. ૧૨,૦૦૦ કરોડની આવકમાંથી રાજ્યોને મળતી રૂ. ૬૦૦૦ કરોડની આવકનો હિસ્સો ગુમાવી દેવો પડે છે. એક આયાતકારે કહ્યું કે ૦.૧૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી પેટે મળતા રૂ. ૪૦૦ કરોડ સામે રાજ્યને જીએસટી જ નહીં પણ આયાત જકાતનો હિસ્સો પણ ગુમાવવી દેવો પડતો હતો. આટલું જ નહીં રાજ્યમાં રોજગારીના અવસરો પણ ગુમાવવા પડ્યા છે.
ખાસ કરીને અમદાવાદઉપરાંત દિલ્હી ચેન્નાઈ વગેરે જેવા એરપોર્ટ પર ધરખમ આયાત થતાં, સોના ચાંદી પર આવી કોઈ આયાત સ્ટેમ્પ ડયુટી નહીં હોવાથી દેશના મહત્વના એરપોર્ટ પર સોનાચાંદીની આયાત મુંબઈ કરતાં મોટા પ્રમાણમાં વધી છે. ઈબજાએ ગતવર્ષે મે મહિનામાં આ સંદર્ભે એક આવેદનપત્ર આપીને સરકારનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
![]() |
![]() |
![]() |











