Friday, April 24, 2026
HomeGeneralAMCની લોકોને અપીલ: હોળી રસ્તાની વચોવચ્ચ ન પ્રગટાવતા, ખાડા સાઈડમાં કરવા

AMCની લોકોને અપીલ: હોળી રસ્તાની વચોવચ્ચ ન પ્રગટાવતા, ખાડા સાઈડમાં કરવા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોળીના તહેવારને લઈને અમદાવાદીઓને અનુરોધ કર્યો છે. હોળીના તહેવારની ઉજવણી કરવા માટે અનેક જગ્યાએ રસ્તામાં ખાડા કરવામાં આવે છે જેના કારણે રોડને નુકશાન થાય છે. જેથી રોડની સાઈડમાં ખાડા કરવા માટે જનતાને અનુરોધ કર્યો છે.

AMCએ જનતાને અનુરોધ કરતાં કહ્યું છે કે, હોળીના પવિત્ર તહેવારના દિવસે શહેરના નાગરિકો દ્વારા રસ્તા ઉપર ખાડા ખોદીને હોળી પ્રગટાવે છે. તેમજ રોડ પરથી હોળી પ્રગટાવવામાં આવે છે. જેના કારણે રોડને ખૂબજ મોટા પ્રમાણ નુકસાન થાય છે. રસ્તા ઉપર ખાડો કરવાથી રોડનો ડામરવાળા ભાગમાં પોલાણ જેવી પરિસ્થિતી સર્જાય છે. જેના કારણે ચોમાસાની ઋતુમાં પાણી અંદર ઉતારી જવાની શક્યતા વધી જાય છે અને તે નીચે ઉતર્યા બાદ નીચે ઉતરેલા પાણી નીચેની સરફેસમાં અનેક જગ્યાઓ પર નુકશાન પહોંચાડે છે. આ પછી રોડનું સમારકામ કરવામાં આવે છે. છતાય રહી ગયેલા પોલાણ વળી જગ્યાએ ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી અંદર ઉતરવાથી રસ્તાને બહુ નુકશાન કરે છે.

- Advertisement -



આ નુકશાન થતું અટકાવવા માટે નાગરિકોને નમ્ર વિનંતી AMCએ કરી છે. અને આવી રીતે રસ્તા પર હોળી ન પ્રગટાવવા જણાવ્યુ છે. વધુમાં જણાવ્યુ છે કે હોળી રોડની એક બાજુ ઇંટો ગોઠવી તેના પર રેતી પથરી તેના પર હોળી પ્રગટાવવાથી રોડને થતા નુકસાનને અટકાવી શકાય છે. ઉપરાંત હોળી ઝાડ નીચે ન પ્રગટાવેને અન્ય જગ્યાએ પ્રગટાવે તો ઝાડની ઉપરના પક્ષીઓને થતા નુકસાનને અટકાવી શકાય. તેમજ અકસ્માત નિવારણના હેતુથી ઇલેક્ટ્રીક અને અન્ય કેબલોની ઓવરહેડ લાઇન નીચે હોળી ન પ્રગટાવવા AMCએ અનુરોધ કર્યો છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular