નવજીવન ન્યૂઝ. મહારાષ્ટ્ર: Maharashtra Accident : મહારાષ્ટ્રના બુલઢાણા (Buldhana) જિલ્લાના સમૃદ્ધિ હાઈવે (Samruddhi Expressway) પર ગતરાત્રિએ દોઢ વાગ્યાની આસપાસ હચમચાવી દેતી બસ અકસ્માતની (Bus Accident) ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 28 લોકોનું મૃત્યુ થયું છે અને 7 લોકોની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવસ્થળે દોડી આવ્યો હતો. તેમજ અકસ્માતમાં ઘયાલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ ઉપરાંત 28 જેટલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે. ખાનગી બસનું ટાયર ફાટવાના કારણે બસમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે આ અકસ્માતની ઘટના બની હોવાનું પ્રાથમિક માહિતી મુજબ સામે આવ્યું છે.
બુલઢાણા જિલ્લાના સમુદ્રી એકસ્પ્રેસ હાઈવે પરથી ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખાનગી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક બસનું ટાયર ફાટતા પૂરઝડપે દોડી રહેલી બસ પલટી ખાઈ ગઈ હતી અને બસમાંથી ડીઝલ ઢોળાયું હતું. બસ ઢસડાવવાના કારણે ચિનગારી ઉઠતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભીષણ હતી કે, બસમાં સવાર લોકો બહાર નીકળે તે પહેલા આખી બસને ચપેટમાં લીધી હતી. તે દરમિયાન 7 જેટલા લોકો જેમતેમ બસમાંથી બહાર નીકળવા સફળ રહ્યા હતા, પરંતુ 28 જેટલા લોકો આગની ચપેટમાં આવી જતા જીવતા સળગી ગયા હતા. જેના કારણે તમામનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનો બનાવસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આગમાં દાઝી ગયેલા સાત જેટલા લોકોને એમ્બુયલેન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. કમનસીબે આ દુર્ઘટના 28 જેટલા લોકોનું મૃત્યુ થયુ હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બનાવસ્થળે દોડી ગયા હતા. તમામ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પપિટલ મોકલી આપી મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
બસમાં સવાર થયેલા એક પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યું હતું કે, બસમાં કુલ 35 જેટલા લોકો સવાર હતા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બસ પૂરઝડપે દોડી રહી હતી, તે દરમિયાન બસનું અચનાક ટાયર ફાટતા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસનો દરવાજો બંધ થઈ ગયો હતો. બસનું ડીઝલ ઢોળતા આગ ફાટી નીકળી હતી. લોકો બહાર નીકળે તે પહેલા આગે આખી બસને ચપેટમાં લીધી હતી. જેમાંથી કેટલાક લોકો બારીના કાચ તોડી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. કેટલાક બહાર ન નીકળી શકતા મોતને ભેટ્યા હતા.
Tag: Maharashtra Accident Live Update, Buldhana Bus Accident Today,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








