નવજીવન ન્યૂઝ. ઉના: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અને ગામોમાં પાણી ભરાઈ ગયું છે. તેમાં પણ આતરિયાળ ગામોની સ્થિતિ તો અત્યંત કફોળી બની છે. વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી આ ગામો સંપર્કવિહોણા બન્યા છે. ઉનાના (Una) ખત્રિવાડા ગામમાં આવી જ રીતે પાણી ભરાઈ (water logging) જતાં એક યુવાનના મૃતદેહને (funeral procession) ખેતરોમાંથી ચાલતા લઈ જવાની ગામલોકોને ફરજ પડી હતી.

ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અનેક ગામો પણ સંપર્ક વિહોણા બની ગયા છે. ત્યારે ખત્રીવાડા ગામમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું, ગામમાં પાણી ભરી ગયું હોવાના કારણે આ યુવકના મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં મુશ્કેલી પડી રહી હતી. અંતે ગામજનો દ્વારા અંતિમયાત્રા ખેતરોમાંથી અને જાળી જાખરામાંથી મહામુસીબતે ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલ અમરેલી જિલ્લાના વડલી ગામ સુધી લઈ જવામાં આવી હતી. ત્યાંથી ટ્રેકટર મારફતે નજીકના ટીંબી ગામના સ્મશાન સુધી અંતિમયાત્રા લઈ જવામાં આવી હતી. ત્યારે હાલ ખત્રીવાડા ગામની નદીમાં ધીમે-ધીમે પાણી ઓછું થઈ રહ્યુ છે. પરંતું વરસાદના ભારે પાણીથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી રહ્યા છે.
જુનાગઢ અને ગીરમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા ગામોમાં આવી સ્થિતિ ઊભી થઈ છે. ગામો તો ઠીક પણ શહેરોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








