નવજીવન ન્યૂઝ. અમરેલી: હાલ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદની મજા માણતા સિંહ પરિવારના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. તેવામાં સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે સિંહ અને બે શ્વાન સામ-સામે આવી ગયા હતા. હાલ તો આ વિડીયો અમરેલીના (Amreli) સાવરકુંડલાનો હોવાનું સામે આવ્યું છે. સાવરકુંડવાની ગૌશાળાની રખેવાળી કરતાં શ્વાન (Dog) સિંહ (lion) આવતા પ્રતિકાર આપતા જોવા મળ્યા હતાં.
પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલીના સાવરકુંલાના થોરડી ગામે આવેલી ગૌશાળાના દરવાજા પાસે રાત્રીના સમયે બે ડાલામથા સિંહ આવી પહોંચ્યા હતા. શિકારની શોઘમાં આવેલા બે ડાલામથા સિંહને ગૌશાળાની રખેવાળી કરી રહેલા શ્વાન જોઈ જતાં બે સિંહ સામે બે શ્વાને પડકાર ફેંક્યો હતો. જેથી સિંહ પણ પ્રતિકાર કરતાં વચ્ચે રહેલી જાળી પર પંજો મારતાં જાળીને હચમચાવી નાખી હતી. આ પ્રકારે સાવજોનું ભયંકર રૂપ ભાગ્યે જ જોવા મળતું હોય છે. જે અહિંયા CCTV માં કેદ થઈ ગયું છે.
અમરેલીમાં સિંહ અને શ્વાન આવી ગયા આમને-સામને… જુઓ પછી શું થયું ? pic.twitter.com/N4flqvSMGO
— Navajivan News (@NewsNavajivan) August 14, 2024
અમરેલી જિલ્લામાં અવાર-નવાર શિકારની શોઘમાં સિંહો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. ત્યારે તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીક આવેલા ગૌશાળા પાસે બે સિંહ શિકારની શોધમાં આવ્યા હતા. પરંતું ગૌશાળામાં ગેટ લગાવેલો હોવાથી આ બંને સિંહ અંદર પ્રવેશી શક્યા ન હતા. આ દરમિયાન બે શ્વાન પણ ગેટ પાસે આવી પહોંચ્યા હતા અને ત્રાડ પાડી રહેલા બે સિંહનો હિંમત પુર્વક શ્વાને મુકાબલો કર્યો હતો. જો કે ગેટ બંધ હોવાથી શ્વાનનો શિકાર સિંહ કરી શક્યા ન હતા અને ત્યાંથી જતાં રહ્યા હતાં.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796