Tuesday, June 2, 2026
HomeGujaratAhmedabadનરોડા પોલીસે રાહદારીની બેગ તપાસી અને 7 કિલો મેથામ્ફેટામાઇન મળ્યું, 14 કરોડના...

નરોડા પોલીસે રાહદારીની બેગ તપાસી અને 7 કિલો મેથામ્ફેટામાઇન મળ્યું, 14 કરોડના ડ્ર્ગ્સની ખેપ મારવાના માત્ર 10 હજાર રૂપિયા

- Advertisement -

Naroda Police seizes methamphetamine worth Rs 14 crore : Gujarat ATS તેમજ કેન્દ્રીય એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું તેવા સમાચાર તમે અનેક વખત ટીવીમાં જોયા અને અખબારમાં વાંચ્યા હશે. જો કે, આ વખતે અમદાવાદની નરોડા પોલીસે 14 કરોડના મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ કરી છે. આ ઘટનાએ ગુજરાત પોલીસમાં ઇતિહાસ રચ્યો છે. કારણ કે, કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશન નરોડામાં આટલું મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું હોવાનો આ પ્રથમ કેસ (First case of local police Naroda seizing drugs worth crores) છે. રાજસ્થાનના જયપુર ખાતેથી 7 કિલો અને 84 ગ્રામ ડ્રગ્સની ડિલિવરી લઈને મુંબઈ ખાતે નાઈજીરિયન શખસને ખેપિયો માલ પહોંચાડે તે પહેલાં જ ઝડપાઈ ગયો છે. પકડાયેલા શખસનું નામ સાજીદ ઉસ્માન શેખ (ઉ.48 રહે. મુંબઈ) છે અને તેને ડ્રગ્સની ખેપના 10 હજાર રૂપિયા આપવાના નાઈજીરિયને નક્કી કર્યા હતા.

નાના ચિલોડા સર્કલ નજીક ગેટકો પાવર સ્ટેશન સામેથી નરોડા પોલીસે સોમવારે રાતે બાતમીના આધારે સાજીદ શેખ (ઉ.48 રહે. મુંબઈ) નામના રાહદારીને રોકી તલાશી લીધી હતી. રાહદારી પાસે ડ્ર્ગ્સ હોવાની માહિતીના પગલે તેની બેગ તપાસતા તેમાં મળેલા બિસ્કીટના ખાલી ખોખામાં છુપાવેલું 7 કિલો 84 ગ્રામ મેથામ્ફેટામાઇન મળી આવ્યું છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન તેમજ 9820 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સાજીદ શેખને મુંબઈમાં રહેતા નાઈજીરિયન કયુબેન નામના શખસે રાજસ્થાન જયપુર ખાતેથી અજાણ્યા શખસ પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈ આવવાનું કામ સોંપ્યું હતું. સાજીદને ડ્રગ્સની ખેપ પેટે 10 હજાર રૂપિયા આપવાના નાઈજીરિયને નક્કી કર્યા હતા. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી નાઈજીરીયન શખસ અને જયપુર ખાતે ડ્રગ્સ આપનારા અજાણ્યા શખસને ફરાર દર્શાવ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular