Saturday, April 25, 2026
HomeGeneralખાખીનો કોઈ ધર્મ નથીઃ કિશન ભરવાડ મર્ડરના આરોપીઓને પકડવા માટે આ મુસ્લિમ...

ખાખીનો કોઈ ધર્મ નથીઃ કિશન ભરવાડ મર્ડરના આરોપીઓને પકડવા માટે આ મુસ્લિમ અધિકારીઓનું કામ મહત્વનું રહ્યું

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.રાજકોટ): આપણને તમામ ઘટનાઓ ધર્મ અને જ્ઞાતિના ચશ્માથી જોવાની આદત થઈ છે, એક કમનસીબ ઘટના છે કે ધંધુધાના કિશન ભરવાડે Kishan Bharwad Case ધર્મને લગતી કરેલી ટીપ્પણી આટલુ મોટુ સ્વરૂપ ધારણ કરશે અને તેમાં તેનો જીવ જશે તેની કોઈને પણ કલ્પના નહીં હોય, પણ આ હત્યાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે. રાજયના નાના મોટા શહેરોમાં ધરણા અને પ્રદર્શન થઈ રહ્યા છે. બીજી તરફ આ મામલે ગુજરાત એટીએસ (Gujarat ATS) સહિત વિવિધ એજન્સીઓ તપાસ એજન્સીની મદદમાં લાગી ગઈ છે. આ હત્યાકાંડમાં તમામ આરોપીઓ મુસ્લિમ છે પણ આ તમામ આરોપીઓને ઝડપી લેવા માટે જે ટીમો કામ કરી રહી છે તેમાં મુસ્લિમ અધિકારીઓ પણ સામેલ છે.



કિશન ભરવાડની હત્યા Kishan Bharwad Murder Case બાદ હરકતમાં આવેલી પોલીસે એક પછી એક આરોપીઓને પકડવાની શરૂઆત કરી હતી, જેમાં કિશન ઉપર ગોળી ચલાનાર આરોપીઓને કબુલાતમાં બહાર આવ્યુ કે તેમને હથિયાર અમદાવાદના મૌલવી દ્વારા પુરૂ પાડવામાં આવ્યુ હતું. જેના આધારે અમદાવાદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકમાં મૌલવી પણ ધરપકડ કરી હતી. આ દરમિયાન ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા મામલો ગુજરાત એટીએસને સોંપ્યો હતો. એટીએસ દ્વારા તપાસ શરૂ કરતા મૌલવીની પુછપરછમાં જાણકારી મળી કે મૌલવી આ હથિયાર રાજકોટના અઝીમ શમા પાસેથી લાવ્યા હતા.

- Advertisement -

આ જાણકારીને પગલે ગુજરાત એટીએસની ટીમ રાજકોટ પહોંચી હતી અને રાજકોટ એસઓજીની મદદ લેવામાં આવી હતી. રાજકોટમાં અઝીમ શમા કયાં હશે તે શોધવા એસઓજીના સબઈન્સપેકટર અંસારી અને હેડ કોન્સટેબલ અઝરૂદ્દીન બુખારીએ પોતાના સંપર્કોને એકટીવ કર્યા હતા. કારણ અઝીમ મુસ્લિમ વિસ્તારમાં રહેતો હોવાને કારણે આ ઓપરેશન પાર પાડવા મુસ્લિમ અધિકારીની જરૂર હતી આખરે પીએસઆઈ અંસારીએ અઝીમને શોધી કાઢયો હતો. મુળ સ્ક્રેપનો ધંધો કરતા અઝીમના પરિવારમાં એક વ્યકિતની હત્યા થઈ હોવાને કારણે તેને સતત ડર લાગતો હતો કે તેની ઉપર પણ હુમલો થશે જેના કારણે તેની પાસે આ હથિયાર હતું. આ દરમિયાન છેલ્લાં લાંબા સમયથી સોશીયલ મિડીયા ઉપર ધર્મની લગતી ટીપ્પણીઓ થતાં અમદાવાદ સ્થિતિ મૌલવી દ્વારા આ અંગે વિવિધ સ્થળે ફરિયાદ કરવામાં આવી હતી. જો કે મૌલવીને પણ હવે ડર લાગી રહ્યો હતો કે કોઆ કટ્ટરપંથી હિન્દુ તેમને નિશાન બનાવશે આથી તેમણે અઝીમ પાસે હથિયારની માગણી કરતા અઝીમે પોતાની પાસે રહેલુ હથિયાર મૌલવીને આપ્યુ હતું.



જાન્યુઆરીના અંત ભાગમાં કિશન ભરવાડે સોશીયલ મિડીયામાં કરેલી પોસ્ટ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ અને સમાધાન પણ થયુ પણ આ કેસના આરોપી શબ્બીરે કિશનને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ હતું આથી તેણે અમદાવાદ સ્થિત મૌલવી પાસે હથિયારની માગણી કરતા મૌલવીએ અઝીમ પાસેથી મળેલુ હથિયાર શબ્બીરને આપ્યુ હતું. ગુજરાત એટીએસ પાસે રહેલા અઝીમ શમાની પુછપરછમાં બહાર આવ્યુ કે તેણે જે હથિયાર મૌલવીને આપ્યુ હતું તે હથિયાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રમીઝ સેતાએ આપ્યુ હતું રમીઝ ઉપર અગાઉ પોલીસ કેસ નોંધાઈ ચુકેલા છે.

આ માહિતીને આધારે ફરી એસઓજી હેડ કોન્સટેબલ અઝરૂદ્દીન બુખારીએ તપાસ શરૂ કરી અને જાણકારી મળી કે રમીઝ ભાવનગરના ઢસામાં સંતાઈ બેઠો છે આ માહિતીને આધારે બુખારીએ પોતાની સાથે રહેલા કોન્સટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા, શિરાજ ચાનીયા અને યુવરાજસિંહ રાણાએ ઢસામાં ઓપરેશન પાર પાડી રમીઝને ઝડપી લીધો હતો હાલમાં મળતી જાણકારી પ્રમાણે રાજકોટ પોલીસ રમીઝને લઈ એટીએસને સોંપવા રવાના થઈ ચુકી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular