નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News Child Accident CCTV સુરતમાં વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે બાળકોને રમવા માટે સોસાયટીની શેરી અથવા રોડ પર એકલા મોકલતા હોય છે. પરંતુ બાળકો રમતી વખતે જોખમી ફિલ્મી સ્ટંટ (Child Stunt) કરતા હોય છે તેના સી.સી.ટી.વી. ફુટેજ (CCTV Footage) સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક સાયકલ ચલાવી રોડના બમ્પ પાસે પહોંચી સ્ટંટ કરે છે અને, ઊંધા માથે પટકાય છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કિરણ પાર્ક સોસાયટીમાં રસ્તા પર એક બાળક સાયકલ ચલાવી રહ્યો હતો. દરમિયાન રસ્તા વચ્ચે બમ્પ આવતા બાળક સાયકલ પર સ્ટંટ કરવા ગયો અને સાયકલ સાથે ઊંધા સાથે ગુલાટ ખાઈને પટકાયો હતો. આ બનાવ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થતા તેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે, બાળક સાયકલ પરથી પડતાં થોડી ક્ષણો સુધી કોઈ હલન ચલન વગર જ રસ્તા પર પડ્યો રહે છે. બાદમાં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલા બાળકને બેભાન હાલતમાં જોતા તેની મદદે આવી અને ત્યારબાદ સ્થાનિક લોકો પણ આવી પહોંચે છે.

બાળક સાયકલ પરથી પટકાવાની આ ઘટનામાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે સારવાર બાદ બાળકની સ્થિતિ હાલ સારી છે. આ વીડિયો પરથી વાલીઓને શીખ લેવા જેવી છે કે બાળકો એકલા રમવા જાય ત્યારે આ પ્રકારના સ્ટંટ ન કરે અથવા તો તેમની નજર સામે બાળકો રમે કારણ કે આ પ્રકારના બનાવમાં ક્યારેક બાળકોને જીવ ગુમાવવાનો કે કાયમી ખોડ ખાપણ થવાનું જોખમ રહે છે.
Surat Child bicycle stunt Accident see CCTV, Surat Child Stunt Video
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








