વિશાલ મિસ્ત્રી ( નવજીવન ન્યૂઝ. રાજપીપળા): સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે 2 એપ્રિલના રોજ સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના અનન્ય ભાઈ વિક્રાંત નામના શિક્ષકે સ્ટેચ્યુ ઓફ યુનિટી અડીને આવેલા અમુલ પાર્લરમાં નિયમ કરતા વધુ ભાવ લેવાતો હોવાના આક્ષેપ સાથે કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. સુરતના પ્રવાસીએ આક્ષેપ લગાવ્યો હતો કે આ પાર્લરમાં પ્રવાસીઓને લૂંટવામાં આવે છે.
સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના શિક્ષક અનન્ય ભાઈ વિક્રાંત મિત્રો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન નજીકના અમુલ પાર્લરમાં તેઓ આઈસ્ક્રીમ લેવા ગયા, તેમને આઈસ્ક્રીમનો ભાવ વધારે અને વજન ઓછું લાગતા અમુલ પાર્લરના કર્મચારી પાસે પ્રાઈઝ લિસ્ટ માંગ્યું ત્યારે કર્મચારીએ કહ્યું હું કોઈ પ્રાઈઝ લિસ્ટ નહિ બતાવું તમે મારા સાહેબ નથી. કર્મચારીની એ વાત પર શિક્ષક ગુસ્સે ભરાયા અને દુકાન માલિકનું નામ અને ગુમાસ્તા ધારાના લાયસન્સની માંગણી કરી. એ પણ ન બતાવતા તેઓએ અમુલ પાર્લરના કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. ઉધડો લેતા જણાવ્યું કે ગુજરાતમાં રહી ધંધો કરો છો તો ગુજરાતી બોલતા શીખી જાવ, અમે ગુજરાતી છીએ એટલે અમને ઉલ્લુ નહિ બનાવવાના, બહારથી આવો છો ઉપરથી અમારી સાથે દાદાગીરી કરો છો.
સુરતના પ્રવાસીએ જાહેરમાં આક્ષેપ લગાવ્યા હતા કે દેશની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ અડીને આવેલા અમુલ પાર્લરમાં વાઈટ માફિયાગીરી થઈ રહી છે. અહીંયા 20 રૂપિયાનો આઈસ્ક્રીમ 50 માં વેચાય છે. આઈસ્ક્રીમના કપ પર અમુલનો મારકો-વજન-કિંમત હોવી જોઈએ એની જગ્યાએ બે નંબરના કપમાં આઈસ્ક્રીમ વેચે છે. એમણે માંગ કરી હતી કે આ પાર્લર પર ગુજરાતીમાં પ્રાઈઝ લિસ્ટ હોવું જોઈએ, ગુજરાતી જાણકાર કર્મચારીની ભરતી થવી જોઈએ અને જો તેઓ જી.એસ.ટીના નિયમોનું પાલન ન કરતા હોય તો એમને નિયમ મુજબ દંડ થવો જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











