Friday, September 22, 2023
HomeGeneralખેડબ્રહ્માઃ અકસ્માત કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ PSI સસ્પેન્ડ

ખેડબ્રહ્માઃ અકસ્માત કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ PSI સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડબ્રહ્માઃ ખેડબ્રહ્મામાં (Khedbrahma) તાજેતરમાં બનેલી હિટ એન્ડ રન અકસ્માત કેસમાં (Hit and Run Accident Case) ફરજ પર બેદરકારી દાખવા બદલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટરને (PSI) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર માતા અને પુત્રનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત કેસમાં ખેડબ્રહ્માના પોલીસ સબ ઈન્સપેક્ટર પી. પી. જાનીને રેન્જ IG દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો

ખેડબ્રહ્મામાં સાત દિવસ અગાઉ પ્રજાપતિ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. પારસ પ્રજાપતિ પોતાની બાઈક પર પત્ની દર્શના પ્રજાપતિ અને પુત્ર શિવમ સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઈડર તરફથી આવી રહેલી એક કારે પારસભાઈની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જબરજસ્ત હતી કે, બાઈક પર સવાર માતા અને પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

જ્યારે પારસભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારાવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે જીવન અને મરણ વચ્ચેની પથારી પર છે. પારસભાઈનો મૃતક પુત્ર શિવભ ભણવામાં એટલો હોશિયાર હતો કે, તેણે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં પ્રથમ ક્રમે પાસ થયો હતો. પરંતું પરિણામ આવે તે પહેલા જ શિવમ અકસ્માતનો ભોગ બન્યો અને દુનિયાને અલવીદા કહી દીધી. પ્રજાપતિ પરિવાર અકસ્માતનો ભોગ બનતા પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, આ અકસ્માત અંગે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. તેવામાં આજે રેન્જ IG દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular