વિજયસિંહ સોલંકી (નવજીવન ન્યૂઝ. પંચમહાલ): આજના ડિજિટલ યુગમાં હવે લોકો સોશિયલ મીડિયાને અભિશાપ ગણી રહ્યા છે, ત્યારે આજે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલી એક વ્યક્તિ મળી આવી છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ (Morva Hadaf) તાલુકાનાં રામપુર ગામની એક વ્યક્તિ ત્રણ વર્ષ અગાઉ રાજસ્થાનના રણુજાથી ગુમ થઈ હતી, જે હવે ત્રણ વર્ષ બાદ કલકત્તાથી (Kolkata) મળી આવી છે. સોશિયલ મીડિયાએ ફરી એક વાર પરિવારથી વિખૂટા પડેલા સભ્ય સાથે મિલન કરવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, પંચમહાલ જીલ્લામાં મોરવા હડફ તાલુકાના રામપુર ગામના રહીશ ભુપતસિંહ ત્રણ વર્ષ પહેલા પોતાના પરિવારના સભ્યો સાથે રાજસ્થાનના રણુજા ખાતે ગયા હતા. રણુજાથી અકસ્માતે છુટા પડી જતા તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે મળી આવ્યા ન હતા. પરિવારજનો તેમના ગુમ થવાની જાણ પોલીસને પણ કરી હતી. પણ તે અરસામાં જ લોકડાઉન શરૂ થઈ જતા તેમને શોધવા પોલીસ માટે પણ અધરું કામ હતું. જ્યાં “દેવદૂત” તરીકે સેવા કરતી ડિપ્રેશન રીલીફ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે ભુપતભાઈ માનશિક અશક્ત અવસ્થામાં મળી આવ્યા હતા. સંસ્થા દ્વારા પોતાના આત્મીય વડીલની જેમ સેવા ચાકરી કરી ભૂપભાઈને પરિવારજનો સુધી પહોંચાડવા માટે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.
આ વિડિયો તેમના પરિવારજનો સુધી પહોચ્યો હતો. આ વિડિયોમાં જે વ્યક્તિ છે, તે ગુમ થયેલા ભુપતસિંહ હોવાની તેમના પરિવારજનોને જાણ થઈ હતી અને કલકત્તાની સામાજીક સંસ્થાનો પણ સંપર્ક કરવામા આવ્યો હતો. બીજી તરફ તેઓના પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેઓ દ્વારા મદદ માટે હાથ લંબાવવામાં આવ્યા હતા. ગ્રામજનો તેમજ જિલ્લાના વિવિધ રાજકીય અગ્રણીઓ આગળ આવ્યા હતા અને ભેગા મળીને ફંડ એકઠું કરીને રામપુર ગામના વતની એવા ભૂપતભાઈને ઘરે લાવવાની તજવીજ હાથ ધરી છે, ભૂપતભાઈને પરત વતન લાવવા માટે તેઓના પરિવારજનો કલકત્તા જવા રવાના થયા હતા. ત્યારે ભૂપતભાઈ સાડા ત્રણ વર્ષ બાદ ઘરે પરત આવવાને પગલે નાનકડા એવા રામપુર ગામે ખુશીની લહેર પ્રસરી ગઇ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796