નવજીવન ન્યૂઝ. કર્ણાટકઃ કર્ણાટકના માંડ્યા જિલ્લાની એક સરકારી સહાયિત શાળાની વિદ્યાર્થિનીઓને સોમવારે શાળા પરિસરમાં પ્રવેશતા પહેલા તેમનો હિજાબ દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. હકીકતમાં ગયા અઠવાડિયે, હાઈકોર્ટે વચગાળાના આદેશમાં કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખુલી શકે છે, પરંતુ ધર્મ સંબંધિત વસ્ત્રોને મંજૂરી આપવામાં આવશે નહીં.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મહિલા (સંભવતઃ શિક્ષિકા) શાળાના ગેટ પર હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને રોકીને આદેશ આપવામાં આવ્યો છે કે “તેને દૂર કરો, તેને હટાવી દો”. વીડિયોમાં, કેટલાક માતાપિતા દલીલ કરતા જોવા મળે છે કારણ કે તેમની પુત્રીઓને શાળામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારે દલીલ બાદ, છોકરીઓએ હિજાબ કાઢીને શાળાના પરિસરમાં પ્રવેશ કર્યો હતો.
વીડિયોમાં એક વ્યક્તિ જે વિદ્યાર્થિનીઓનો પિતા લાગતો હતો. થોડો સમય બહાર રહ્યો અને તેણે મહિલા સાથે વાત કરી અને પછી તેની પુત્રીઓને હિજાબ ઉતારીને શાળાએ જવા દીધી. ઉડુપીની એક સરકારી શાળામાં ધોરણ ૯ ની એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેણે અને તેના ક્લાસમેટને વર્ગમાં ભાગ લેવા માટે હિજાબ કાઢવો પડ્યો હતો. જણાવી દઈએ કે હિજાબ વિવાદ બાદ બંધ કરવામાં આવેલી 10મા ધોરણ સુધીની સ્કૂલ્સ આજે ફરી ખુલી હતી. 11 અને 12ની શાળાઓ બુધવાર સુધી બંધ છે. હાઈકોર્ટમાં પણ હિજાબ કેસની સુનાવણી ચાલી રહી છે.
#WATCH | K'taka: Argument b/w parents & a teacher outside Rotary School in Mandya as she asked students to take off hijab before entering campus
A parent says,"Requesting to allow students in classroom, hijab can be taken off after that but they're not allowing entry with hijab" pic.twitter.com/0VS57tpAw0
— ANI (@ANI) February 14, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












