Sunday, June 28, 2026
HomeGeneralAMC: કોંગ્રેસ પક્ષે 9141 કરોડનું સુધારા સાથે અંદાજપત્ર રજૂ કર્યું

AMC: કોંગ્રેસ પક્ષે 9141 કરોડનું સુધારા સાથે અંદાજપત્ર રજૂ કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2022-2023 માટે સ્ટેન્ડીંગ કમીટીએ રુપિયા 8807 કરોડનુ અંદાજપત્ર રજુ કર્યુ હતુ. જે અંદાજપત્ર સુધારા સાથે કોંગ્રેસના AMCના વિપક્ષના નેતાએ રુપિયા 9141 કરોડનું અંદાજપત્ર “એ” રજુ કર્યુ હતુ.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોઘ પક્ષે અંદાજપત્રમાં સુધારા સાથે જાહેર કરતાં જણાવ્યું હતુ કે, “દરેક વોર્ડમાં 30 બેડની સુવિધા સાથેના 47 કોવિડ આઈસોલેશન વોર્ડ બનાવવા 25 કરોડ ફાળવવા, AMTS-BRTS અને રખડતા જાનવરોથી થતાં અકસ્માતમાં મૃતકોને વળતર ચૂકવવા સ્પષ્ટ નીતી બનાવવા, AMCના રિઝર્વ પ્લોટમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પાર્ક કરવા બાબતે જંત્રી મુજબનું ભાડું વસૂલવવા, પૂર્વ વિસ્તારમાં ચાઇલ્ડ કેર અને વુમન માટે મલ્ટીસ્પેશ્યાલીટી ગાયનેક હોસ્પિટલ બનાવાવ માટે પ્રાથમિક તબક્કે 10 કરોડ ફાળવવા, નશાખોરી મુક્ત અમદાવાદ માટે રિહેબ સેન્ટર બનાવવા માટે 2 કરોડ ફાળવવા ઠરાવ કરવામાં આવ્યો છે.



પૂર્વ અને પશ્વિમ ઝોનમાં એનિમલ હોસ્ટેલ બનાવવા 10 કરોડ ફાળવવા, ઓવરબ્રિજ નીચેના ભાગમાં સ્માર્ટ માર્કેટ ડેવલપ કરવા 2 કરોડ ફાળવવા, દરેક ઝોનમાં એમ્ફિ થિયેટર વિથ એલ.ઈ.ડી. સ્ક્રીન વિકસાવવા 7 કરોડ ફાળવવા, જી.આઈ.એસ. સિસ્ટમ ઝડપથી કાર્યરત કરવા 5 કરોડ, દરેક ઝોનમાં વેજીટેબલ માર્કેટ બનાવવા 7 કરોડ, ચંડોળા તળાવનો વિકાસ કરવા માટે 15 કરોડ, ધાર્મિક સ્થાનોના વિકાસ કરવા માટે 20 કરોડ, રાજમાર્ગો ઉપર 10 એસ્કેલેટર ફુટબ્રિજ માટે 15 કરોડ, 22 હજાર ખાળકૂવા મુક્ત કરવાના આયોજન માટે 10 કરોડ, વોર્ડ વાઇઝ એક સબવાહિની ખરીદવા 15 કરોડ, મ્યુ. કાઉન્સીલર્સને વિકાસ કામ કરવા માટે વધારે બજેટ ફાળવવા માટે 40 કરોડ સહિત કુલ 275.37 કરોડ ખર્ચમાં વધારો કરી સુધારા સાથેનું વર્ષ 2022-2023નું અંદાજપત્ર કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular