નવજીવન ન્યૂઝ. કાનપુર: Kanpur minor girl rape: મહિલા સુરક્ષા અને કાયદાના શાસનની વાતો કરતા યુ.પી.ના મુખ્યમંત્રી બુલડોઝર બાબા (યોગી આદિત્યનાથ)ના ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મના સમાચાર સામે આવ્યા છે. જેમાં ડોકટર દંપત્તિની 16 વર્ષીય પુત્રી પર ઈન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્રતા કેળવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં આરોપીના મિત્રોએ પણ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના પગલે યોગીના સુરક્ષાના દાવાનો છેદ ઉડતો જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશના કાનપુરમાં બર્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉક્ટર દંપતિની 16 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આરોપી વિનય ઠાકુરે સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી હતી. બાદમાં સગીરાને મળવા માટે ગત શુક્રવારના રોજ કરરાહીના એમ.જી. કાફેમાં બોલાવી હતી. જ્યાં આરોપી વિનયે કથિત રીતે સોફ્ટ ડ્રિન્ક્સમાં નશાયુક્ત પદાર્થ ભેળવી પીડીતાને પીવડાવ્યો હતો. બાદમાં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ આટલેથી જ નહીં અટકતા તેણીને કારમાં લઈ જઈ તેના મિત્રોને હવાલે કરી હતી.
અવાવરું સ્થળ પર કારમાં પીડીત સગીરાને લઈ જઈ આરોપીએ મિત્રને હવાલે કરી હતી. જ્યાં તેના આરોપી મિત્રોએ પણ સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ, યુવતિએ વિરોધ કરતા તેનો વિડીયો બનાવી લીધો હતો અને મારપીટ કરી હતી. તેણીએ આ મામલે ફરિયાદ કરવાનું કહેતા આરોપીઓએ વિડીયોને વાયરલ કરવાની ધમકી આપતા યુવતી ડરી ગઈ હતી. બાદમાં તેણીએ ઘરે પહોંચી આપવિતી પરિવાર સમક્ષ વર્ણવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
આ મામલે પીડીત સગીરાના ડૉકટર પિતાએ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે પીડીતાના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 376 સહિતની કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલે નૌબસ્તાના એ.સી.પી. અભિષેક પાંડેએ મિડીયાને જણાવ્યું હતું કે ઘટનાની FIR નોંધી બર્રાના પોલીસ ઈન્સ્પેક્ટરની કડક કાર્યાવાહી માટે સૂચના આપવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796