નવજીવન ન્યૂઝ.વડોદરા: Vadodara Crime News: આગામી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Womens Day) ઉજવણી જોરશોરથી કરવામાં આવશે. પરંતુ વડોદરામાં યુવતી સાથે દુષ્ક્રમની (Vadodara Girl Rape Case) ઘટના પરથી દેશમાં મહિલા સુરક્ષાની વાતો માત્ર કાગળ પુરતી જ સીમીત હોય તેમ જણાય છે. જેમાં યુવકે યુવતીને ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી રૂપિયા 3 લાખ જેટલી રકમ પડાવી લીધી છે. સાથે જ યુવકે પીડિત યુવતીની માતા પાસેથી પણ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સોશિયલ મીડિયા ફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ સામે આવી છે. 21 વર્ષીય યુવતી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી તે સમયથી જ આરોપી માહિર અજમેરી સાથે ઈન્સ્ટાગ્રામ વડે સંપર્કમાં આવી હતી. આરોપી માહિરે યુવતી સાથે મિત્રતા કેળવી તેની સાથે અનેક વખત શરીર સબંધ પણ બાંધ્યા હતા અને બાદમાં તેણી પાસેથી પૈસાની પણ માગણી કરી હતી.
આરોપી માહિરે યુવતીને ફેક્ટરી શરૂ કરવા રૂપિયાની જરૂરીયાત હોવાનું જણાવી રૂપિયા 3 લાખ મેળવ્યા હતા. તેમજ યુવતીનો આક્ષેપ છે કે આરોપી માહિરે વારંવાર તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા તેની જાણ કોઈને નહીં કરવાનું કહી ધમકાવી હતી. જેના કારણે ડરેલી યુવતીએ આ વાત કોઈને કહી ન હતી. એટલું જ નહીં યુવતીની માતાનો પણ આરોપ છે કે યુવકે તેની પાસેથી પણ રૂપિયા 1 લાખ 20 હજાર પડાવી લીધા હતા અને વારંવાર પૈસા પરત માગવા છતાં પણ આરોપી પૈસા પરત આપતો ન હતો. આ સમગ્ર મામલાની જાણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહિલા સુરક્ષાની વાતો વચ્ચે ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસનો (New Indian Express) અહેવાલ પ્રસિધ્ધ થતા સરકારી દાવા ઉઘાડા પડી ગયા હતા. જેમાં જણાવાયું છે કે, કેન્દ્રિય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર મહિને સરેરાશ 45 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવે છે. જ્યારે 6થી વધારે મહિલા એસિડ એટેકનો ભોગ બને છે અને એક જ વર્ષણાં 260 મહિલાઓની હત્યા નિપજાવવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે લોકસભામાં આપેલા જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં વર્ષ 2018થી 2021 દરમિયાન 2156 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના (Times of India)એક અહેવાલમાં જણાવ્યા મુજબ,’ગુજરાતમાં વર્ષ 2020-2021માં પ્રતિદિન સરેરાશ 5 બળાત્કાર અને બે વર્ષમાં કુલ 3796 બળાત્કારની જેમાં 61 સામુહિક બળાત્કારની ઘટનો નોંધાઈ હતી.’ આ અહેવાલોમાં જણાવેલા આંકડા પરથી રાજ્યમાં અને દેશમાં મહિલા સુરક્ષાની વાતો કરતી રાજ્ય અને કેન્દ્ર સરકારના દાવા ઉઘાડા પડી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796