Saturday, June 3, 2023
HomeGujarat300 ચુલા, 6 કલાક અને 6360 બાજરાના રોટલા; ગુજરાતની મહિલાઓએ નોંધાવ્યો વર્લ્ડ...

300 ચુલા, 6 કલાક અને 6360 બાજરાના રોટલા; ગુજરાતની મહિલાઓએ નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગઢડા: Gadhada News: 8 માર્ચના દિવસને સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ (World Women’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આગામી 8 માર્ચની પૂર્વ તૈયારી રૂપે રવિવારે 5 તારીખે ગઢડામાં (Gadhada) લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા એક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી મહિલાઓએ ભાગ લીધો હતો. આ મહિલાઓએ (Women) અધિવેશનમાં એક વર્લ્ડ રેકોર્ડ (World Record) પણ સ્થાપ્યો છે. હજારોની સંખ્યામાં એકત્રિત થયેલી આ મહિલાઓએ માત્ર 6 કલાકમાં 6360 બાજરીના રોટલા બનાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.

Women of gujarat world record
Women of gujarat world record

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા આયોજીત મહિલા અધિવેશનમા સમગ્ર દેશ માંથી સેકડોની સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. આ કાર્યક્રમમાં 300 ચૂલા ઉપર 6 કલાકમાં 6360 જેટલા બાજરીના રોટલા બનાવવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા રોટલા ઘડીને તૈયાર કરવા એ કાંઈ નાની વાત નથી, તેમ છતાં આ મહિલાઓએ સાથે મળીને આ કામ પાર પાડ્યું હતું. સાથે જ આ અધિવેશનમાં સમાજને મદદરૂપ થવા અને મહિલા ઉત્થાનને લગતા કર્યો કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
World Record gadhda Women
World Record Gadhada Women

આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરવા માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી હાજર રહ્યા હતા અને આ એક વર્લ્ડ રેકોર્ડ છે તેવી જાહેરાત કરી હતી. આટલા બધા રોટલા ઘડીને તૈયાર કરવાનું મુશ્કેલ કામ સામૂહિક રીતે સરળતાથી પૂરૂ કરવા અને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ અધિવેશનમાં હજાર તમામ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજ ઉપયોગી પ્રવૃતિઓની રૂપરેખા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular