Wednesday, July 15, 2026
HomeInternationalકુવૈત એરપોર્ટ પર ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલો, ટર્મિનલ-1ને ભારે નુકસાન; ઈમરજન્સી...

કુવૈત એરપોર્ટ પર ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલો, ટર્મિનલ-1ને ભારે નુકસાન; ઈમરજન્સી જાહેર

- Advertisement -

Kuwait Airport Attack: કુવૈતમાં પશ્ચિમ એશિયાના વધતા તણાવ વચ્ચે એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હુમલા બાદ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને તમામ ફ્લાઈટ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે.

કુવૈતની પબ્લિક ઓથોરિટી ફોર સિવિલ એવિએશન (PACA) દ્વારા જણાવવામાં આવ્યું છે કે હુમલા બાદ એરપોર્ટની ઈમરજન્સી યોજના અમલમાં મૂકી દેવામાં આવી છે. PACAના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાજહીએ જણાવ્યું હતું કે મુસાફરો, કર્મચારીઓ અને એરપોર્ટની સુવિધાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ નિર્ધારિત પ્રોટોકોલ લાગુ કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

અહેવાલો મુજબ, કુવૈતના સંરક્ષણ મંત્રાલયે પણ હુમલાની પુષ્ટિ કરી છે. મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સૌદ અબ્દુલઅઝીઝ અલ-ઓતૈબીએ આ હુમલાને “ઈરાનની આક્રમક કાર્યવાહી” ગણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર હુમલાના કારણે એરપોર્ટ પરિસરને ગંભીર નુકસાન થયું છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

ટર્મિનલ-1 પર ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ એર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અનેક ફ્લાઈટ્સને નજીકના અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. સુરક્ષા અને ટેકનિકલ એજન્સીઓ હાલ નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.

આ દરમિયાન અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે ખાડી વિસ્તારમાં ઈરાન તરફથી કરવામાં આવેલા અનેક મિસાઈલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ પ્રાદેશિક દેશો અને અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને છોડવામાં આવેલી અનેક બેલિસ્ટિક મિસાઈલો તેમના લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી.

- Advertisement -

CENTCOMએ વધુમાં જણાવ્યું છે કે કુવૈતમાં અમેરિકી દળોને નિશાન બનાવીને મોકલાયેલા ડ્રોનોને પણ હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. અમેરિકી સેનાએ જવાબી કાર્યવાહી રૂપે ઈરાનના કેશ્મ દ્વીપ પર આત્મરક્ષાના હેતુથી હુમલા કર્યા હોવાનું પણ જણાવ્યું છે. સાથે જ અમેરિકી અધિકારીઓએ ઈરાનના તે દાવાને નકારી કાઢ્યો છે જેમાં બહેરિન સ્થિત અમેરિકી નૌકાદળના ફિફ્થ ફ્લીટ હેડક્વાર્ટર અને અન્ય એક એરબેઝને નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular