Saturday, October 3, 2026
HomeInternationalડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં સુંદર ચહેરો સામેલ, ફેશનમાં મોડલને ઝાંખી પાડી દે તેવી...

ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં સુંદર ચહેરો સામેલ, ફેશનમાં મોડલને ઝાંખી પાડી દે તેવી 24 વર્ષીય મહિલા પત્રકાર બેની રે હાર્મની બન્યાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા અને સહાયક પ્રેસ સેક્રેટરી

- Advertisement -

Journalist Beni Rae Harmony joins Donald Trump team : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક નવો ચહેરો ઉમેર્યો છે. આ ચહેરો હાલ ભારે ચર્ચામાં છે અને તેનું કારણ તેની સુંદરતા અને તેનો ભૂતકાળ છે. ડોનાલ્ડ ટ્રમ્પે 24 વર્ષીય પત્રકાર બેની રે હાર્મનીને નવા વ્હાઇટ હાઉસ પ્રવક્તા (Beni Rae Harmony White House Spokesperson) અને સહાયક વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. આ જવાબદારી અગાઉ કેરોલિન લેવિટ સંભાળતા હતા. વ્હાઇટ હાઉસમાં બેની રે હાર્મનીની એન્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. બેની રે હાર્મની તેમની સુંદરતા અને ફેશન સેન્સને લઈને જાણીતા છે. આગામી 5 ઓક્ટોબરના રોજ તેઓ નવી ભૂમિકા સંભાળશે. બેની રે હાર્મનીએ પણ તેમની નવી ભૂમિકા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “હું અમેરિકન લોકોની સેવા કરવા અને અમેરિકન ડ્રીમ અને અમેરિકા ફર્સ્ટ (American Dream and America First) માટે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છું.” તેમણે આ જવાબદારી માટે યુએસ રાષ્ટ્રપતિનો આભાર માન્યો છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બેની રે હાર્મનીને નવી ભૂમિકા બદલ અભિનંદન આપ્યા છે.

બેની રે હાર્મની કોણ છે ?

- Advertisement -

બેની રે હાર્મનીની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે ન્યૂઝ નેટવર્ક રીઅલ અમેરિકાઝ વોઇસ (Real America’s Voice) માટે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સંવાદદાતા તરીકે સેવા આપી હતી. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અનેક આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ કર્યા છે. તાજેતરમાં તેમણે ટ્રમ્પ સાથે આયર્લેન્ડનો પ્રવાસ કર્યો છે અને અનેક અન્ય યાત્રાઓમાં ભાગ લીધો છે. અગાઉ તેઓ એક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે સેવા આપતા હતા. બેની રે હાર્મની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે. સપ્ટેમ્બર 2015માં તેમના ભૂતપૂર્વ માર્ગદર્શક ચાર્લી કિર્કની હત્યા બાદ ન્યૂઝ ચેનલ પર ભાવનાત્મક વિદાય શ્રદ્ધાંજલિ આપી હતી. જેના પગલે તેમને સસ્પેન્ડ કરતા તેમણે રાજીનામું ધરી દીધું હતું.

શું જવાબદારી નિભાવશે ?

બેની રે હાર્મની ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ, નિર્ણયો અને અમેરિકા ફર્સ્ટ એજન્ડાને મીડિયા અને જનતા સમક્ષ મજબૂત રીતે રજૂ કરશે. તેઓ મીડિયા બ્રીફિંગ અને પ્રેસ પૂલનું સંચાલન કરવા માટે પણ જવાબદારી નિભાવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular