Tuesday, November 17, 2026
HomeInternationalમિનાબની શાળામાં હુમલાનો આદેશ આપનારા બે અમેરિકી અધિકારીઓને ઈરાનની ખુલ્લી ધમકી, કહ્યું-...

મિનાબની શાળામાં હુમલાનો આદેશ આપનારા બે અમેરિકી અધિકારીઓને ઈરાનની ખુલ્લી ધમકી, કહ્યું- ‘શોધીને કાઢીશું’

- Advertisement -

US officers who orderred to kill kids in Iran issue: ઈરાને અમેરિકી નૌકાદળના બે અધિકારીઓને ખુલ્લી ધમકી આપી છે. ઈરાન આ બંને અધિકારીઓને મિનાબની એક શાળા પર થયેલા હુમલાના મુખ્ય જવાબદાર માને છે. આ હુમલામાં 168 બાળકોનાં મોત થયાં હતાં. ઈરાને દાવો કર્યો છે કે તેણે બંને અધિકારીઓની ઓળખ કરી લીધી છે અને હવે તેમને શોધીને કાઢશે. દક્ષિણ આફ્રિકામાં આવેલા ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ ધમકી આપી છે. દૂતાવાસે બંને અમેરિકી અધિકારીઓને ‘ગુનેગાર’ ગણાવ્યા છે.

ઈરાની દૂતાવાસે પોતાની જૂની પોસ્ટને ક્વોટ કરીને ચાર શબ્દોમાં લખ્યું, “અમે તમને શોધીને કાઢીશું.” દૂતાવાસે આ બંને અધિકારીઓની ઓળખ કમાન્ડર લી આર. ટેટ અને લેફ્ટનન્ટ કમાન્ડર જેફ્રી ઈ. યોર્ક તરીકે કરી છે. લી આર. ટેટ USS સ્પ્રુઆન્સના કમાન્ડિંગ ઓફિસર છે, જ્યારે જેફ્રી ઈ. યોર્ક આ યુદ્ધજહાજના એક્ઝિક્યુટિવ ઓફિસર છે.

- Advertisement -

ઈરાનની 29 માર્ચની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “આ બે ગુનેગારોને યાદ રાખો. કમાન્ડર લી આર. ટેટ અને USS સ્પ્રુઆન્સના એક્ઝિક્યુટિવ ઓફિસર જેફ્રી ઈ. યોર્કે ત્રણ વખત ટોમાહોક મિસાઇલો છોડવાનો આદેશ આપ્યો હતો. આ હુમલામાં મિનાબની એક શાળામાં 168 નિર્દોષ બાળકોનાં મોત થયાં હતાં.” દૂતાવાસે બંને અધિકારીઓ પર બાળકોની હત્યાનો જાહેરમાં આરોપ લગાવતાં સવાલ પણ કર્યો હતો કે, “શું તેમને પોતાનાં બાળકો નથી?”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ પર હુમલો નહીં કરવાની ચેતવણી આપ્યાના એક દિવસ બાદ ઈરાનની આ ધમકી સામે આવી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો કોઈ વરિષ્ઠ અમેરિકી અધિકારીની હત્યા કરવામાં આવશે તો ઈરાનનું અસ્તિત્વ લાંબો સમય ટકી શકશે નહીં.

દરમિયાન, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને તેહરાન સાથે જોડાયેલી સતત મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓના પગલે તેમના નિવાસસ્થાનેથી ખસેડીને એક સૈન્ય મથક પર લઈ જવામાં આવ્યા છે. બેસેન્ટે તાજેતરમાં CNBCને જણાવ્યું હતું કે સ્થળ બદલવાનો નિર્ણય સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસની સલાહના આધારે લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ખાડી વિસ્તારમાં તૈનાત બહાદુર સૈનિકો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે તેમને પોતાને ડરવાની જરૂર કેમ હોવી જોઈએ?

- Advertisement -

મિનાબની શાળા પર થયેલા હુમલા અંગે NDTV વર્લ્ડ સમિટ 2026માં વાત કરતાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અને વરિષ્ઠ રાજદ્વારી આયાતુલ્લા અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ કહ્યું હતું કે વોશિંગ્ટને આ મિસાઇલ હુમલા બદલ ક્યારેય માફી માગી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેટલાક બાળકોનાં મૃતદેહ હજુ સુધી મળી શક્યા નથી. ઈલાહીએ જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા દરમિયાન એક પ્રાથમિક શાળા પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 168 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં. તેમના જણાવ્યા અનુસાર, કેટલાક બાળકોનાં મૃતદેહ હજુ સુધી મળ્યા નથી અને તેમના માતા-પિતા આજે પણ પોતાના બાળકોની કબર વિના શોક વ્યક્ત કરી રહ્યા છે.

આ જ સમિટમાં અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના પૂર્વ ડિરેક્ટરે ખુલાસો કર્યો હતો કે શાળાના પરિસરમાં બોમ્બમારો કરતી વખતે મશીનની મદદ લેવામાં આવી હોવા છતાં અંતિમ ટ્રિગર એક વ્યક્તિએ જ દબાવ્યું હતું. તેમના મતે આ નિર્ણય કોઈ મશીને નહીં, પરંતુ માણસે લીધો હતો અને લક્ષ્ય નક્કી કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે AIનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેમના આ નિવેદનથી અગાઉના એ દાવાને પડકાર મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ હુમલો AI આધારિત ‘કિલ ચેઇન’નું પરિણામ હતો અને પેન્ટાગોનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરની વધુ પડતી નિર્ભરતા આ દુર્ઘટનાનું કારણ બની હતી

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular