Thursday, November 19, 2026
HomeInternationalડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની સાજીશ રચનારા પાકિસ્તાની શખ્સને 27 વર્ષ અને 6 મહિનાની...

ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની સાજીશ રચનારા પાકિસ્તાની શખ્સને 27 વર્ષ અને 6 મહિનાની થઈ જેલની સજા

- Advertisement -

Pakistani man who plotted to assassinate Donald Trump sentenced : યુનાઇટેડ સ્ટેટ્સે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને 27 વર્ષ અને છ મહિનાની જેલની સજા (Prison sentence for Pakistani citizen Asif Merchant) ફટકારી છે. ટ્રમ્પને મારવાનું આ કાવતરું ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ઇશારે ઘડવામાં આવ્યું હતું. જોકે, યુએસ તપાસ એજન્સીઓએ તેને નિષ્ફળ બનાવી દઈ હુમલો થતો અટકાવી દીધો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે (US Department of Justice) મંગળવારે 18 નવેમ્બરે જાહેરાત કરી હતી કે ડિસ્ટ્રિક્ટ જજ એરિક આર. કોમિટીએ ન્યુ યોર્કના બ્રુકલિનમાં ફેડરલ કોર્ટમાં આસિફ મર્ચન્ટને 330 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

ગત માર્ચ મહિનામાં 48 વર્ષીય આસિફ મર્ચન્ટને હત્યા માટે સોપારી આપવા અને આતંકવાદી કૃત્ય કરવાનો પ્રયાસ કરવાના આરોપસર જ્યુરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષનો આરોપ છે કે મર્ચન્ટે એક અમેરિકન રાજકીય નેતાની હત્યા કરવા માટે પ્રોફેશનલ કિલરની શોધ કરી હતી. જોકે, તેણે જે વ્યક્તિઓને સોપારી પેટે પૈસા આપ્યા હતા તેઓ વાસ્તવમાં FBI એજન્ટ હતા. તપાસ એજન્સીએ હુમલા પહેલા સમગ્ર યોજનાનો પર્દાફાશ કર્યો હતો.

- Advertisement -

ફરિયાદી પક્ષના મતે તત્કાલિન રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) અને સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ યુએસ એમ્બેસેડર નિક્કી હેલી (Nikki Haley) પણ સંભવિત લક્ષ્ય હતા. પ્રોસિક્યુટરોએ દાવો કર્યો હતો કે આ કાવતરું ઈરાની લશ્કરી કમાન્ડર કાસેમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે હતું. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન જાન્યુઆરી 2020 માં ઇરાકમાં યુએસ ડ્રોન હુમલામાં સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી. જોકે, મર્ચન્ટે ફરિયાદીના દાવાને નકારી કાઢ્યો કે તે ખરેખર હત્યા કરવા માટે તૈયાર હતો. તેણે કોર્ટને કહ્યું કે તેને ઈરાનમાં તેના પરિવારની સલામતી માટે ડર હતો અને તેણે ક્યારેય હત્યા કરવાનો ઈરાદો નહોતો રાખ્યો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, મર્ચન્ટ સ્વેચ્છાએ રિવોલ્યુશનરી ગાર્ડના ગુપ્તચર કામગીરીમાં જોડાયા હતા અને યુએસ આવતા પહેલા તેને તાલીમ આપવામાં આવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular