Saturday, October 3, 2026
HomeGujaratકેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારા કો-પાઇલટ હમામ અલ-હમામીને ઓમાન એરલાઇન્સે ફ્લાઇટ...

કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારા કો-પાઇલટ હમામ અલ-હમામીને ઓમાન એરલાઇન્સે ફ્લાઇટ ઉડાવવા પર પ્રતિબંધિત કર્યો હતો

- Advertisement -

Captain Smit Machchhar was attacked with an axe on a flydubai flight : ફ્લાયદુબઈની ફ્લાઇટ ક્રેશ કરવાના પ્રયાસ તેમજ કેપ્ટન પર કરાયેલા ખૂની હુમલાની ચોંકાવનારી ઘટના વિશ્વ આખામાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાના પગલે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાએ એકબીજા પર આરોપ-પ્રતિ આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે. બીજી તરફ આ સમગ્ર ઘટનામાં બહાદુરી બતાવનાર ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં ઇઝરાયલે મુંબઈમાં સ્મિત મચ્છરના સન્માનમાં મોટું હોડિંગ્સ લગાવી આભાર માન્યો (Israel thanked Captain Smit Machchhar) છે. સ્મિત મચ્છર પર ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામી (Hamam Al-Hamami Omani co-pilot) એ કોકપીટમાં રહેલી કુહાડીથી હુમલો કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ઓમાન એરલાઇન્સે જેને ઉડાન ભરવા પર પ્રતિબંધિત કર્યો હતો તે અલ-હમામીને Flydubai માં નોકરી પર રાખ્યો અને તેને UAE અને ઇઝરાયલને જોડતા સંવેદનશીલ રૂટ પર ઉડાન ભરવાની મંજૂરી આપી.

કુહાડી કેવી રીતે કોકપીટમાં પહોંચી ?

- Advertisement -

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાઇલટ હમામ અલ-હમામીએ સ્મિત મચ્છર પર હુમલો કર્યો તે હથિયારને લઈને દરેકના મનમાં શંકા હતી. જેનો ખુલાસો છતાં આ હથિયાર કુહાડી હોવાનું સામે આવ્યું છે. પ્લેનમાં એક ટાંકણી પણ લઈ જવાતી નથી તો આ કુહાડી કોકપીટ સુધી કેવી રીતે પહોંચી તે જાણવા જેવી માહિતી છે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમ અનુસાર “ક્રેશ એક્સ” (કુહાડી) અકસ્માતની સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે ફરજિયાતપણે રાખવામાં આવે છે. અગાઉ આ કુહાડીઓ મુખ્ય કેબિનમાં રાખવામાં આવતી હતી. જોકે, 25 વર્ષ અગાઉ અમેરિકામાં થયેલા 9/11 ના આતંકવાદી હુમલા પછી તેને કોકપીટમાં રાખવામાં આવે છે.

પ્રતિબંધ છતાં ફ્લાયદુબઈએ નોકરી આપી

ફ્લાયદુબઈની ઘટના બાદ સાઉદ અરેબિયા ખાતે અટકમાં લેવાયેલા ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામીની જુદાજુદા દેશોની એજન્સીઓ હાલમાં પૂછપરછ તપાસ ચલાવી રહી છે. અલ-હમામીની પ્રાથમિક તપાસ બાદ તેને UAE ને સોંપવામાં આવશે. મૂળ ઓમાનના અલ-હમામી વિશે મળી રહેલા અહેવાલો અનુસાર તેણે મોટાભાગનો સમય સીરિયામાં વિતાવ્યો છે અને કથિત રીતે તે ઉગ્રવાદી વિચારોથી પ્રભાવિત થયો હતો. વર્ષ 2024માં ઓમાન એર માટે કો-પાઇલટ તાલીમાર્થી તરીકે કામ કરતી વખતે અલ-હમામી ઉગ્રવાદી સામગ્રી ધરાવતો હોવાથી તેને ઉડાન ભરવાથી પ્રતિબંધિત કરાયો હતો. ગત વર્ષે અલ-હમામીને તેના કથિત ઉગ્રવાદી વિચારો અંગે ચિંતાઓ ઉઠાવ્યા બાદ ઓમાનની રાષ્ટ્રીય એરલાઇનમાંથી દૂર કરવામાં આવ્યો હતો. કેટલાંક મહિનાઓ પહેલાં દુબઈ સ્થિત એરલાઇન ફ્લાયદુબઈએ અલ-હમામીને નોકરી પર રાખ્યો અને તેને UAE અને ઇઝરાયલને જોડતા સંવેદનશીલ રૂટ પર ઉડાન ભરવાની મંજૂરી આપી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular