Sunday, November 22, 2026
HomeInternationalFBI દ્વારા 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં ગોલ્ડી બ્રારનો કર્યો સમાવેશ, બાતમી...

FBI દ્વારા 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં ગોલ્ડી બ્રારનો કર્યો સમાવેશ, બાતમી આપનારને 1 મિલિયન ડૉલર આપશે

- Advertisement -

Goldy Brar on the FBI’s Most Wanted list : લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાગરીત અને લાંબા સમયથી અનેક દેશમાં ફરાર સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બ્રારને પકડવા માટે અમેરિકાની FBI એ કરોડો રૂપિયાનું ઇનામ જાહેર (One million dollar prize on Goldy Brar) કર્યું છે. USA અને CANADA માં હત્યા, ગોળીબાર, ખંડણી, અપહરણ અને ડ્રગ હેરફેર જેવા અનેક ગંભીર ગુનાઓમાં ગોલ્ડી બ્રાર પર આરોપ છે. ગોલ્ડી બ્રાર સુધી પહોંચવા માટે પોલીસ ઘણા લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે, પરંતુ તે હાથમાં નહીં આવતા તેને મોસ્ટ વૉન્ટેડની યાદીમાં સામેલ કરવો પડ્યો છે. FBI એ જાહેર કરી યાદીમાં ગોલ્ડી બ્રારની માહિતી આપનારને 1 મિલિયન અમેરિકન ડૉલર અથવા અંદાજે ₹8.5 કરોડનું ઈનામ આપવાનું જાહેર કરાયું છે.

FBI અનુસાર, ગોલ્ડી બ્રાર ઉત્તર અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) ની કામગીરીનું સંચાલન કરે છે. એક ચર્ચા અનુસાર ગોલ્ડી બ્રાર લોરેન્સથી અલગ થઈ ગયો છે અને પોતાની રીતે ખંડણી અને ડ્ર્ગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો છે. 20 નવેમ્બરના રોજ એફબીઆઈએ ગોલ્ડી બ્રારને તેના મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં ઉમેરવાની જાહેરાત કરી છે. યુએસ તપાસ એજન્સી અનુસાર લોસ એન્જલસની ફેડરલ કોર્ટે 1 જુલાઈના રોજ ગોલ્ડી બ્રાર સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ગોલ્ડી પર ગેંગ ચલાવવી, ખંડણી તેમજ ડ્રગ્સની હેરફેરનો આરોપ છે.

- Advertisement -

એફબીઆઈના સૂત્રો અનુસાર ગોલ્ડી બ્રાર લોરેન્સ બિશ્નોઈનો બાળપણનો મિત્ર છે અને ઉત્તર અમેરિકામાં બિશ્નોઈ ગેંગના નેટવર્કનું સંચાલન કરે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાને આવરી લે છે. ગોલ્ડી બ્રાર આ નેટવર્ક દ્વારા ચોક્કસ લોકોની હત્યા, ગોળીબાર, અપહરણ, ખંડણી અને ડ્રગ હેરફેરમાં સામેલ રહ્યો છે.

યુએસ તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં એક અગ્રણી રાજકીય અને ધાર્મિક નેતાની હત્યાનો આદેશ આપ્યો હતો. 18 જૂન 2023ના રોજ કેનેડાના સરેમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે આ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. FBI એ પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. 29 મે 2022ના રોજ પંજાબના માનસામાં મૂસેવાલાની હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રાર અને બિશ્નોઈ ગેંગના અન્ય સભ્યોએ સ્વીકારી હતી.

ગોલ્ડી બ્રાર પર યુએસમાં ડ્રગ હેરફેરના ગંભીર આરોપ લાગ્યા છે. તપાસ એજન્સીનો દાવો છે કે માર્ચ 2024 થી જુલાઈ 2025ની વચ્ચે બિશ્નોઈ ગેંગે લોસ એન્જલસ વિસ્તારમાં અન્ય ડ્રગ હેરફેર કરનારાઓ પાસેથી આશરે 520 કિલો કોકેઈન લૂંટી લીધું હતું. ઓપરેશન હાર્ડબોલ હેઠળ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ઘણા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ગોલ્ડી બ્રાર હજુ પણ પોલીસની પહોંચથી બહાર છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular