Friday, June 5, 2026
HomeGujaratRajkotમહિલાઓની ટોળી ગરબો લઈને આવી અને ઘર સાફ કરી જતી રહી: જેતપુર

મહિલાઓની ટોળી ગરબો લઈને આવી અને ઘર સાફ કરી જતી રહી: જેતપુર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Jetpur News: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરના(Jetpur) ગુજરાતી વાડી વિસ્તારમાં ચોંકાવનારી છેતરપિંડીની (Cheating) ઘટના સામે આવી છે. જેમાં માતાજીનો ગરબો લઈને આવેલી મહિલાઓ છેતરપિંડી (Looted) કરી રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવતા વાયરલ થઈ રહ્યા છે.

મળતી વિગતો અનુસાર ગત બુધવારના રોજ જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં કેટલીક મહિલાઓ ગરબો લઈ નિકળી હતી. આ મહિલાઓ છેતરપિંડીના શિકારની શોધમાં બપોરના સમયે રેખાબેન રાજેશભાઈ બરવાળીયાના ઘરે પહોંચી હતી. ટોળકી ઘરમાં આવી ત્યારે ઘરમાં રેખાબેન અને તેમના સાસુ શારદા બહેન હાજર હતા. ઘરમાં માત્ર મહિલાઓ જ હાજર હોય ઠગ મહિલાઓની ટોળકીને પતાનો શિકાર મળી ગયો હોય તેમ યુક્તિઓ શરૂ કરી હતી. સૌ પ્રથમ તો ઠગ ટોળકીને રેખાબેનને જણાવ્યું હતું કે, તેમને માતાજીનો ઉપવાસ છે અને માટે તેઓ ગરબો લઈ નિકળી છે. બાદમાં આ ટોળકીએ મહિલાને ભરોસામાં લઈ ઉપવાસ હોય જમવાનું માગતા રેખાબેને તેમને જમાડ્યા પણ હતા. બાદમાં મહિલાઓએ રેખાબેનને લૂંટવાનો ખેલ શરૂ કર્યો હતો.

- Advertisement -

ઘટનાના ભોગ બનનાર રેખાબેને જણાવ્યું હતું કે, ‘મારા ઘરે 4 મહિલાઓ આવી હતી તેમણે માતાજીનો ગરબો છે તેમ કહ્યું હતું. આ મહિલાઓએ પહેલા ઉપવાસ હોય જમવાનું માગતા અમે જમાડી હતી. બાદમાં યુક્તિ પૂર્વક મહિલા ટોળકીએ માતાજીનો ગરબો છે તેની સામે પૈસા અને કંઈક દાગીના રાખો તેમ કહ્યું હતું. આથી અમે રૂપિયા 1600 અને સોનાની હાથની આંટી વિટી ત્યાં મુકી હતી. બાદમાં મહિલાઓએ અમારા માથા પર હાથ મુક્યા બસ ત્યારબાદ શું થયું તે ખબર નથી. બાદમાં અમને ભાન આવતા અમે ભોગ બન્યાની જાણ થતા અમારા જેઠને ઘટનાની જાણ કરી હતી.’ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓએ પોતે જયસુખભાઈના ઘર પાસે રહે છે તેમ કહ્યું હતું પણ તે ખોટું બોલ્યા હશે તેવું મને લાગે છે. આ ઘટના બાદ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા મહિલાઓની આ ટોળકી જોવા મળી હતી.

આમ શ્રધ્ધાના નામે જેતપુરની મહિલાને 1 લાખ કરતા વધારેનો ચૂનો ચોપડી ઠગ ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોનું માનવું છે કે આ ટોળકી આ પ્રકારને વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળી હતી. આ બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આ બાબતની કોઈ નોંધ નહીં થઈ હોવાનું નવજીવનના પત્રકારને જણાવવામાં આવ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular