ચીનના બ્રોકરોએ એક્સ્ચેન્જ સત્તવાળાઓને ખોટી ઉથલપાથલ ટાળવા નિયંત્રણો લાદવાની વિનંતી કરી
શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ પર રિબાર વાયદો ટન દીઠ ૬૦૮.૩૨ ડોલર મુકાયો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): Iron ore News:વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનમાં આયર્ન ઓરની (Iron Ore) જબ્બર માંગ નીકળશે, એવા અહેવાલ સાથે જ ભાવ ૮ મહિનાની ઊંચાઈએ જઈ બેઠા. આયર્ન ઑર્ ઉત્પાદક બીએચપી બિલિટનના સીઇઓ માઇક હેન્રીએ (Mike Henry BHP) આગાહી કરતાં કહ્યું કે ૨૦૨૩ના બીજા અર્ધવાર્ષિક અને ૨૦૨૪ના નાણાકીય વર્ષમાં માંગ સંદર્ભે અમે ખૂબ આશાવાદી છીએ. ચીનમાં તાજેતરમાં લેવાયેલા નીતિવિષયક નિર્ણયો અને વધી રહેલી ઉત્પાદકીય પ્રવૃત્તિ નવો આશાવાદ જન્માવે છે.
જગતના કૂલ સ્ટીલ ઉત્પાદનમાં અડધો હિસ્સો આપતા અને ૭૦ ટકા વૈશ્વિક સીબોર્ન આયર્ન ઑરના આયાતકાર ચીનમાં સ્ટીલ મિલોની રીસટોકિંગ માંગએ પણ ભાવને મજબૂત ટેકો આપ્યો છે. ૧૭ ફેબ્રુઆરી પૂરા થયેલા સપ્તાહમાં ચીનના તમામ પોર્ટ પર આયર્ન ઑરનો ર્સ્ટોક, અગાઉના સપ્તાહના ૧૩૮૩.૫ લાખ ટનથી વધીને ૧૪૦૯ લાખ ટનની ઊંચાઈએ પહોંચી ગયો હતો. જો ૧૪ ઓક્ટોબરના શિયાળા પૂર્વેના સપ્તાહનો સ્ટોક ૧૩૦૨ લાખ ટન જોઈએ તો, આ સ્ટોક ઘણો મોટો છે. અહી એ નોંધવું રહ્યું કે ગયા વર્ષે સમાન સપ્તાહમાં આ સ્ટોક ૧૬૦૯.૫ લાખ ટન હતો.
ચીનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ થતાં ખર્ચા અને રિન્યુએબલ એનર્જીમાં થતાં રોકાણ જેવા મેક્રો ફેકટર્સને ધ્યાનમાં રાખીને ચીનના દ્વાર, આયર્ન ઑર્ આયાતના દ્વાર મોટાપાયે માટે ખૂલી રહ્યાનો દાવો જગતની મોટી કંપની બીએચપીએ કર્યો છે. આ સાથે જ ચીનના ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર બેન્ચમાર્ક મે આયર્ન ઑર્ વાયદો જુલાઇ ૨૦૨૧ની ઊંચાઈ ૯૨૨ યુઆન પ્રતિ ટન ટચ કર્યા પછી ૯૧૯ યુઆન મુકાયો હતો. સિંગાપુર એક્સ્ચેન્જ પર માર્ચ વાયદો ૯ ટકા ઉછળીને એપ્રિલ ૨૦૨૨ની ઊંચાઈ ૧૩૯.૮૦ ટચ કર્યા બાદ, ૧૩૧.૨૦ ડોલર બોલાયો હતો.
ઉત્તર ચીનમાં ૬૨ ટકા ફેરો ફાઈનેસ આયર્ન ઓરના સ્પોટ ભાવ જૂન ૨૦૨૨ પછીની નવી ઊંચાઈએ ૧૩૧.૫૭ ડોલર બોલાયા હતા. ચીનમાં આયર્ન ઑર્નો સ્ટોક પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચવા સાથે ભાવ ૧૨૦થી ૧૩૦ ડોલરની રેન્જમાં જતાં રહેતા, કેટલાંક બ્રોકરોએ એક્સ્ચેન્જ સત્તવાળાઓને બજારની ખોટી ઉથલપાથલ ટાળવા અને ભાવ સ્થિરતા માટે નિયંત્રણો લાદવાની વિનંતી કરી હતી. આથી પ્રેરાઇને ડેલિયાન કોમોડિટી એક્સચેન્જે કેટલાંક કોન્ટ્રેક્ટ પર ટ્રેડિંગ મર્યાદાઓ મૂકી દીધી છે.
ચીનમાં ફેબ્રુઆરીમાં આયર્ન ઓરની ભરપૂર આયાત રહેવાની એમ કહીને કોમોડિટી માર્કેટ એનાલિટીક સોલ્યુશન કેપ્લર કહે છે કે આયાત, જાન્યુઆરીની દૈનિક ૩૪.૮ લાખ ટનથી વધીને ફેબ્રુઆરીમાં સરેરાશ ૩૫.૮ લાખ ટન થતાં કૂલ આંકડો ૧૦૦૨.૨ લાખ ટને પહોંચ્યો છે. મજબૂત માંગ જોતાં ચીનમાં સ્ટીલના ભાવ પણ વધવા લાગ્યા છે, બેન્ચમાર્ક શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ પર રિબાર વાયદો ટન દીઠ ૪૧૬૭ યુઆન (૬૦૮.૩૨ ડોલર) મુકાયો હતો, જે પાછલા સપ્તાહ કરતાં ૩.૪ ટકા વધુ હતો.
ચીનમાં જ્યારે શિયાળુ બાંધકામ પ્રવૃત્તિ ધીમી પડે ત્યારે સ્ટીલ કંપનીઓ પરંપરાગત રીતે આયર્ન ઑરનો સ્ટોક વધારતા હોય છે. માર્ચ પછીથી બાંધકામ પ્રવૃત્તિ વેગ પકડતા સ્ટીલ ઉત્પાદન પણ તેની સાથે વધવી શરૂ થતાં આયર્ન ઑર્ સ્ટોક ઘટવા લાગતો હોય છે. માત્ર માંગ વધવાથી ભાવ વધવા સાથે બધુ પૂરું નથી થઈ જતું, ઓસ્ટ્રેલીયા અને બ્રાઝિલ જેવા ઑર્ ઉત્પાદક દેશોમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વેગ આવતો હોય છે. કેપ્લરના અનુમાન મુજબ ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયાથી નિકાસ ઘટીને ૫૭૭ લાખ ટન થશે, જ્યારે રેફઈનીતિવ માને છે કે ૫૮.૭૪ લાખ ટન થશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796